પાટણ તા. ૧૦
પાટણ કમલમ કાર્યાલય ખાતે શનિવારના રોજ પાટણ તાલુકાના ધારુસણ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, પૂર્વ સરપંચ સહિત એમના સમર્થકો મળી 200 થી વધુ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કેસરિયો કેસ પહેરાવી તમામ ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી
તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા તમામ આગેવા નો અને કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહી આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવાની ખાતરી આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી