બિપોરજોય વાવાઝોડાના પગલે પાટણ વન વિભાગ ની ૧૭ ટીમો સતત કાર્યરત..
અત્યાર સુધીમાં ૨૨ વૃક્ષોને તત્કાળ દૂર કરીને થઈ રહી છે રસ્તો ખુલ્લો કરવાની કામગીરી..
પાટણ તા.16
બિપોરજોય વાવાઝોડાના પગલે પાટણ જિલ્લામાં ગઇકાલ થી વરસાદનું આગમન શરૂ થયું છે સાથે જિલ્લામાં પવનનું પણ જોર છે તેના લીધે જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૨ જેટલા વૃક્ષો પડી ગયા હતા. બિપોરજોય વાવાઝોડાના પગલે લોકોને અવરજવર કરવામાં, માલસમાન હેરફેર, દવાખાના કે અન્ય રીતે તકલીફના પડે તે માટે પાટણ વનવિભાગમી ટીમ એલર્ટ મોડમાં નાયબ વન સરક્ષક બિન્દુબેન પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે. અત્યાર સુધીમાં ૨૨ જેટલા વૃક્ષો પડી ગયા હતા.
આ પાટણ – સિધ્ધપુર રોડ, પાટણ – સંખારી રોડ, પાટણ – ચાણસ્મા રોડ, ખલીપુર ચોકડી થી સુજનીપૂર રોડ, ખલીપુર ચોકડી થી સુજનીપુર રોડ, ખલીપુર રોડ થી પાટણ રોડ વગેરે જગ્યાએ બિપોરજોય વાવાઝોડાના લીધે ૨૨ જેટલા વૃક્ષો ધરાશાયી થયા. આ ધરાશાયી થયેલા વૃક્ષોને પાટણ જિલ્લામાં કાર્યરત ૧૭ ટુકડીની મદદ તત્કાળ દૂર કરવામાં આવી ગયા છે અને રસ્તો ખુલ્લો કરવામાં આવી ગયો છે.આમ પાટણ જિલ્લામાં પાટણ વનવિભાગ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને ઉત્કૃષ્ટ કામગીરી બિપોરજોય વાવાઝોડા સમયે કરી રહ્યા છે.
અહેવાલ યશપાલ સ્વામી