google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે તા.24 ફેબ્રુ.ના રોજ રન ફોર વોટ મેરેથોન નું આયોજન કરાયું..

Date:

પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓને જાગૃત કરવા માટે “બલૂન આવે છે” કેમ્પેઈન ચાલાવવામાં આવશે.

મહિલાઓને મતદાન કરવા માટે પ્રેરીત કરવા અર્થે “મારી માતા, દેશની ભાગ્યવિધાતા” કેમ્પેઈન..

પાટણ તા. ૧૨
જિલ્લા સેવા સદન ખાતે સોમવારે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિને અનુલક્ષીને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ બેઠકમાં મતદાન જાગૃતિ માટે મેરેથોનનું આયોજન કરવું તેમજ વિવિધ કેમ્પેઈન ચલાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.પાટણ જિલ્લાના મુખ્ય મથક પાટણ ખાતે આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચુંટણી 2024 ને ધ્યાને લઈ મતદાન જાગૃતિના ભાગરૂપે તથા વધુમાં વધુ લોકો મતદાનમાં ભાગીદારી નોંધાવીને લોકશાહીને વધુ મજબુત બનાવે તે અર્થે પાટણ ખાતે આગામી તા.24 મી ફેબ્રુઆરીના રોજ સવારે 7-30 કલાકે રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

તો આગામી દિવસોમાં તમામ તાલુકા ખાતે રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવનાર છે.
પાટણના બગવાડા દરવાજા થી શરૂ કરી રેલ્વેસ્ટેશન થઈ પાછી બગવાડા દરવાજા સુધીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વધુ ને વધુ લોકો ને આ મેરેથોન માં ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે.વધુમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સાથે મહિલા મતદારોને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવે તે અર્થે “મારી માતા, દેશની ભાગ્ય વિધાતા” અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલ યુવા મતદારોને સાહભાગી બનાવવા “બલૂન આવે છે” કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે જેમાં લોકોને બહોળા પ્રમાણમાં જોડાવવા તથા મતદાનમાં ભાગીદારી નોંધાવવા અપીલ કરવામાં આવે હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.એસ.પ્રજાપતિ, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સાંતલપુર વિસ્તારના ગો.ગામડી શાળા ના બાળકોનું કુપોષણ દૂર કરવા સહયોગી બનતું શિક્ષણ વિભાગ..

પાટણ તા.17સાંતલપુર વિસ્તારના અતિ પછાત અને અંતરિયાળ ગામડાં ના...

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નાગ પંચમીના પર્વને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ..

તિથિની અવઢવ ને લઇ કેટલાક ગોગા મહારાજના મંદિરોમાં શનિવારે...

પાટણ લોકસભાના ઉમેદવાર ની અધ્યક્ષતા માં સંખારી ખાતે ભાજપ સંગઠન ની પરિચય બેઠક મળી…

પાટણ તા. ૧૧પાટણ લોકસભા ચૂંટણી અંતર્ગત પાટણ તાલુકાના સંખારી...