પાટણ તા. ૧૧
પાટણ લોકસભા ચૂંટણી અંતર્ગત પાટણ તાલુકાના સંખારી ગામના શ્રી ગોગા જોગણી ધામ ખાતે સોમ વારે સંગઠનની પરિચય બેઠક મળી હતી. આ બેઠકમાં પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી, લોકસભા પ્રભારી અશોકભાઈ જોષી, જિ. ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, પૂર્વ પંચાયત મંત્રી રણછોડ ભાઈ દેસાઈ, લોકસભા વિસ્તારક ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી, વિજયભાઈ પુરોહિત સહિત હોદેદારો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં લોકસભાના ઉમેદવાર ભરતસિંહજી ડાભી દ્રારા પોતાના ઉદબોધન મા પાટણ લોકસભાની બેઠક ૭ લાખ મતોની લીડ થી જીતવાનો આશાવાદ વ્યકત કર્યો હતો. તો ઉપસ્થિત સૌ આગેવાનો એ પણ પાટણ લોકસભાનુ કમળ નરેન્દ્રભાઇ મોદી ના ચરણકમળ મા સમપૅણ કરવાની સાથે વડાપ્રધાન પદે તેઓની હેટ્રિક નિશ્ચિત હોવાનો હુકાર કર્યો હતો.