google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના શિશુ મંદિર સંકુલ ખાતે સ્વ.લક્ષ્મીબેન ઓતિયા ની ફોટો પ્રતિમાનું અનાવરણ કરાયું…

Date:

પાટણ તા. ૧૩
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત પાટણની શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે શિશુ વાટીકા વિભાગના દાતા સ્વ.લક્ષ્મીબેન માણેકલાલ ઓતિયાની ફોટો પ્રતિમાનો અનાવરણ વિધિ કાર્યક્રમ મંગળવારે યોજાયો હતો.

આ પ્રસંગે મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી, ભારત સરકારના મંત્રી પરષોત્તમ રૂપાલા સહિત ના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રી રૂપાલા દ્વારા સંસ્થાના વિકાસ માટે રૂ.11 લાખનું દાન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી તો અન્ય દાતાઓએ પણ આ તબકકે દાનની સરવાણી વહેવડાવી હતી. આજના કાર્યક્રમને સંબોધન કરતા મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓમાં કેળવણી નું જતન આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આપણી જુની પ્રણાલીકા ફરીથી બાળકોમાં સ્થાપિત થાય તે માટે વિદ્યાભારતી અને શિશુ મંદિરની શરૂઆત થઈ છે. મંત્રી એ પોતાના ઉદ્બબોધનમાં પોતાના અનુભવો વર્ણવી માતૃભાષા પર ભાર આપતા જણાવ્યું હતુ કે, હું અંગ્રેજી ભાષાનો વિરોધ નથી કરતો, પરંતુ આપણે નવી પેઢીને માતૃભાષા સાથે જોડવી જ જોઈએ.

જો આપણે નવી પેઢીને માતૃભાષા સાથે નથી જોડતા, જો તેઓને આપણે આ સંપતિ નથી આપતા તો આપણે તેઓની સાથે અન્યાય કરી રહ્યા છીએ તેઓએ સંયુક્ત કુટુંબનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતુ કે, સંયુક્ત કુટુંબમાં બાળકોને જે શીખવા મળે છે તેવા ગુણો બાળકોને બીજે ક્યાંય શીખવા નથી મળતા.

દેશની ઈકોનોમી, રામ મંદિર નિર્માણ, ચંદ્રાયાનની સફળતા, મિલેટ્સને કઈ રીતે સમગ્ર વિશ્વએ અપનાવ્યું તેમજ યોગને આજે વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું તે વિશે તેઓએ ગૌરવભેર વાત કરી હતી.આ કાર્યક્રમના અતિથી વિશેષશ પ્રવિણભાઈ ઓતિયાએ(વરિષ્ઠ પ્રચારકશ્રી-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) પોતાના અનુભવો જણાવ્યા હતા.

આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સામાજીક કાર્યકર સેવંતીભાઈ પટેલ, પ્રાધ્યાપક લક્ષ્મણભાઈ ભુતડીયા, વ્યવસ્થા પ્રમુખ નવીનભાઈ પ્રજાપતિ, કાર્યક્રમના સંયોજક નિતિનભાઈ પટેલ તેમજ બહોળી સંખ્યામાં પાટણના પ્રબુધ્ધ નગરજનો, રાજકીય આગેવાનો અને શિશુ મંદિર શાળા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરાયું..

વિકસિત ભારત @2047 ની જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો...