બી.એમ.સ્કુલ થી રેલવે નાળા અને જનતા હોસ્પિટલ થી રેલવે નાળા તરફ જવાના માર્ગ પર ટ્રાફિક ના કારણે વાહનોની કતારો લાગી..
પાટણ તા. ૧૧
પાટણ શહેરના રાજમહેલ રોડ થી યુનિવર્સિટી તરફ જવાના તેમજ કોલેજ રોડ તરફ જવાના માર્ગ પર નવીન બની રહેલા ઓવર બ્રિજની કામગીરીના કારણે હાલમાં રાજમહેલ રોડ થી યુનિવર્સિટી તરફ જવા ના રેલવે ફાટકને બંધ કરવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી સાથે વારંવાર ટ્રાફિકની સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે.
સોમવારના રોજ પાટણ શહેરની બી.એમ.સ્કૂલ થી રેલવે ગરનાળા અને જનતા હોસ્પિટલથી રેલવે ગર નાળા તરફ જવાના માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાટણના રાજમહેલ રોડ થી યુનિવર્સિટી તરફ જવાના માર્ગ પર ઓવર બ્રિજની ચાલી રહેલી કામગીરીને કારણે રેલ્વે ફાટક બંધ કરાતાં આ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય.
આ માર્ગો પર રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનનું ચુસ્ત પાલન કરાવવામાં આવે સાથે સાથે રેલ્વે ઓવરબ્રિજ ની કામ ગીરી પણ ઝડપી બનાવવામાં આવે તેવી લોકમાગ ઉઠવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી