fbpx

પાટણ નગરના 1279 માં સ્થાપના દિવસ નિમિત્તે અ. ગુ. રા. યુ. સં. દ્વારા વિરાંજલી સમારોહ યોજાયો..

Date:

પાટણ તા. ૩
પાટણ નગરના 1279 માં સ્થાપના દિવસ નિમિત્તે રવિવારે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા પાટણ ની એમ. એન.હાઈસ્કૂલ શાળાના મેદાન ખાતે 24 મો વિરાંજલી સમારોહ અને સામાજિક ચિંતન કાર્યક્રમ યોજાયો હતો.સમારોહની શરૂઆત પૂર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂર્વ રાજવીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરી દિપ પ્રાગટ્ય સાથે સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પાટણના 1279 માં સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા પાટણ શહેરમાં યોજાયેલ 24 મા વિરાંજલી સમારોહમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાન અને રાજયસભાના સાંસદ વાંકા નેર સ્ટેટ રાજવી કેશરી દેવસિહજી એ પોતાના ઉદબોધન મા જણાવ્યું હતું કે દુનિયાના ત્રણ મોટા ધમૅ મા સૌથી મોટો ધમૅ સનાતન ધમૅ છે. અને આ ધમૅ ને ક્ષત્રિય સમાજના બલિદાનો એ જીવંત રાખ્યો છે. ચાર સ્ટેટ માં કનોજ, ઉદેપુર, દિલ્હી અને ગુજરાત છે.

જેમાં ગુજરાત ના પાટણનો ભૂતકાળ ભુલાઈ તેમ નથી નાયકા દેવી ની સુરવીરતાએ મહંમદ ધોરી ને ભગાડયો હતો. ત્યારે રાજપૂત સમાજના ઇતિહાસને યાદ રાખવા રાજપૂત સમાજના આજના યુવાનોને અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિતકેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જેના ઈતિહાસ ની ભવ્યતા ભુલાઈ ન જાય તે પ્રકારનું કામ ક્ષત્રિય સમાજે કયુઁ છે .

ભગવાનને પણ ક્ષત્રિય સમાજ માં જન્મ લેવાનું મન થાય તેવા સમાજના જીન્સ ની તાકાત નું વણૅન કરી એકવીસમી સદી સમયની સદી રહેવાની છે. પહેલા માથા કાપી ને રાજ થતાં હતા અત્યારે માથા ગણી ને રાજ થાય છે. ક્ષત્રિય સમાજના ઈતિહાસ ને ટકાવી રાખવા કટિબદ્ધતા સાથે દરેકે ચિતા કરવી જોઈએ તેમ જણાવી પાટણ સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા આયોજિત વિરાંજલી કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના દાતા પરિવારોને તેમજ વિરાંજલી કાર્યક્રમની શરૂઆત કરનાર ક્ષત્રિય સમાજના વડીલો ને ઉપસ્થિત મહાનુભાવો અને રાજવી પરિવારો દ્વારા સન્માન કરવામા આવ્યુ હતું .આ વિરાંજલી કાર્યક્રમમાં પાટણ અને સુરેન્દ્રનગરની ક્ષત્રિય રાજપૂત સમાજ ની દિકરીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. કાર્યક્રમ માં મહંત શિવનંદજી બાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા ,સ્ટેટ ઓફ વાવના ગજેન્દ્રસિંહ ચૌહાણ, અખિલ ગુજરાત રાજકોટ યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ દિપકસિંહ ઝાલા, એજ્યુકેશન કમિટીના કન્વીનર વિશુભાઝાલા, પ્રદેશ મહામંત્રી નટુભા જાડેજા , હીરસિંહ રાઠોડ ના ધર્મપત્ની તેમજ પૃથ્વીરાજ સિંહ વાઘેલા , કેશુભા પરમાર , કરસનજી જાડેજા , ભારતસિંહ ભટેસરિયા, હિંમતસિંહ રાજપુત , પ્રવિણસિંહ રાજપુત , દશરથભાઇ એમ પરમાર ,જયશ્રીભા જાડેજા ,વંદનાબા સોલંકી તેમજ વિરાંજલી કાર્યક્રમ ને સફળ બનાવવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણના જિલ્લા પ્રમુખ મહિપત સિંહ જાડેજા, મહિપતસિંહ રાજપુત, પ્રવિણસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, હેમંત ભાઈ તન્ના, યતીન ભાઇ ગાંધી સહિત ના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા  હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના આનંદ સરોવરને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થતુ અટકાવાશે…

વોટર વર્કસ શાખાના બે કામોના ટેન્ડરો ખોલાયા તો ત્રણ...

ભાજપ શાસિત સાંતલપુર તાલુકા પંચાયત મા પ્રમુખ પદે કોગ્રેસ ના ઉમેદવાર સતારૂઢ થયા..

ઉપપ્રમુખ નું મેન્ડેડ મેળવનાર ઉમેદવાર સામે ભાજપના બળવાખોર મહિલા...

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સાંસદ ના અધ્યક્ષ સ્થાને દિશા મીટીંગ મળી..

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સાંસદ ના અધ્યક્ષ સ્થાને દિશા મીટીંગ મળી.. ~ #369News

શંખેશ્વર ના પાડલા ગામે જૂની અદાવતમાં બે સગા ભાઈઓએ એક ઈસમનું ઢીમ ઢાળી દીધું..

મૃતક ના ભાઈ ની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે તપાસના...