google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરના માર્ગો પરથી ઓવરલોડ અને પૂર ઝડપે પસાર થતા ડમ્પર ચાલકો સહિત ખાનગી અને પેસેન્જર વાહનો પર રોક લગાવવા રજૂઆત..

Date:

પાટણ તા. ૧૮
પાટણ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લા પોલીસ તથા ટ્રાફિક સલાહકાર સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે ના કોન્ફરન્સ હોલમાં મળી હતી જેમા પાટણ જિલ્લા મા વિવિધ પ્રશ્નો અંગે પોલીસ સલાહકાર સમિતિના સભ્ય દ્વારા રજૂઆત કરવામા આવી.જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ ની મળેલી આ બેઠકમાં પોલીસ સલાહકાર સમિતિના સભ્ય અને ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય મંત્રી નવીન પ્રજાપતિ દ્વારા પાટણ જિલ્લાના તથા શહેરીજનોની પ્રજાને કનડતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.

જેમાં નવીનભાઈ પ્રજાપતિ માર્ગો પરથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા રેતી ભરેલા ડમ્પરો સહિત અન્ય જિલ્લા માથી આવતા પાટણ શહેરમાં પ્રવેશતા પેસેન્જર અને ખાનગી વાહનોની ફુલ સ્પીડ ના કારણે સજૉતા નાના મોટા માગૅ અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા અંગે રજૂઆત કરી હતી.પાટણ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની આ બેઠકમાં જિલ્લા કલેકટર સહિત જિલ્લા પોલીસ વડા દ્વારા સલાહકાર સમિતિના સભ્યો દ્વારા રજુ થયેલા પ્રશ્નોના નિરાકરણ અર્થે સલાહ સુચન કયૉ હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

લોકસભાની ચૂંટણી સંપન્ન બન્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એ પાટણની મુલાકાત લીધી.

પાટણ તા. ૧૭લોકસભા ચૂંટણી બાદ રાજ્યના પોલીસવડા વિકાસ સહાય...

અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણના મહામંત્રી તરીકે જયેશભાઈ દરજી ની વરણી કરાઈ..

પાટણ તા. 14અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણના મહામંત્રી તરીકે...

શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે અન્નપ્રાશન બાળ દિવસ ઉજવણીના ભાગરૂપે તાલુકા મેળાનું આયોજન કરાયુ..

શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે અન્નપ્રાશન બાળ દિવસ ઉજવણીના ભાગરૂપે તાલુકા મેળાનું આયોજન કરાયુ.. ~ #369News