પાટણ તા. ૨૨
સંસદીય મતવિસ્તારના પાટણ શહેરમાં આવેલ પાટણ પ્રજાપતિ સમાજનું આસ્થાનું કેન્દ્ર બિંદુ શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી પરિસરમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક મંદિરો જર્જરીત બન્યા હોય જે મંદિરોના નવીન રીનોવેશનના કામ માટેની પરવાનગી આપવા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્રારા જિલ્લા કલેકટર ને પત્ર લખી રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ સાંસદ દ્રારા કલેકટર ને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે મારા સંસદીય મતવિસ્તારના પાટણ શહેર ખાતે આવેલ પ્રજાપતિ સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા શ્રી પદ્મનાભ ભગવાનની વાડી માં આવેલ પરિસરમાં ઐતિહાસિક અને પૌરાણિક અનેક મંદિરો આવેલ છે.
અને સદર મંદિરો ૧૦૦ વર્ષ થી પણ વધુ પૌરાણિક છે. અને હાલ વાડીમાં આવેલ મંદિરો જર્જરિત હાલતમાં છે. અને અહી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થ આવે છે.આ સાથે વાડીમાં ૩૩ કરોડ દેવી દેવતા – ૫૬ કોટી યાદવો -૮૮ હજાર ઋષિમુનીઓનો વાસ છે. અને અહી દર વર્ષ શ્રી પદ્મનાભ ભગવાનના “સપ્ત રાત્રિ રેવાડીયા મેળાઓ “પણ ઉજવાય છે.જે સપ્તરાત્રી મેળામાં પણ લાખો હરી ભક્તો દર્શનાર્થ આવે છે.તો સદર પરિસરમાં જર્જરીત થયેલ મંદિરથી ભવિષ્યમાં કોઈ ભારે દુર્ઘટના અને જાનહાની થાય નહિ તે હેતુ થી મંદિરોને નવીન રીનોવેશનના કામ માટેની પરવાનગી આપવામાં આવે તેવી લાગણી સહ અંગત ખાસ ભલામણ તેઓએ દ્રારા પત્રમાં કરવામાં આવી હોવાનું પાટણ સાંસદ ના અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિ એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી