fbpx

પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટની સામે આવેલ કૃષ્ણમ પ્લાઝા ની બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી.

Date:

રોકડ રકમ ની ચોરી કરી ડીવીઆર પણ ઉઠાવી ગયા..

પાટણ તા. 13
પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની સામે આવેલ કૃષ્ણમ પ્લાઝા ની બે દુકાનો ને રવિવારની રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દુકાનના તાળા તોડી રોકડ રકમની તસ્કરી કરી દુકાન ને નુકસાન પહોંચાડયુ હોવાની ઘટના પ્રકાશમાં આવતા આ બાબતે દુકાન માલિકો દ્વારા પાટણ પોલીસને જાણ કરાય હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની સામે આવેલ કૃષ્ણમ પ્લાઝા માં આવેલી દુકાન નંબર ચાર અને દુકાન નંબર પાંચમાં રવિવારની રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ દુકાનના તાળા તોડી દુકાન નંબર 4 માં પડેલી રોકડ રકમ રૂપિયા 13000 તેમજ ડીવીઆર ની ચોરી કરી દુકાનના કાચ તોડી નુકસાન કર્યું હતું તો દુકાન નંબર પાંચમાં પણ તસ્કરોએ પ્રવેશ કરી રોકડ રકમ રૂપિયા 1400 ની ચોરી કરી ફરાર થયા હતા. આ બાબતની જાણ સોમવારે દુકાન પર આવેલા દુકાનના માલિક જ્યોત્સનાબેન નાથ અને દિવ્યાંગ પંચાલ ને થતા તેઓ દ્વારા પાટણ પોલીસને જાણ કરી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પાટણ શહેરના ડિસ્ટ્રિક્ટ કોર્ટની સામે આવેલા કૃષ્ણમ પ્લાઝામાં બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા ની ઘટનાને લઇ આ કોમ્પ્લેક્સના અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઉતરાયણ પર્વ માં પતગ દોરીથી મૃત્યુ ને ભેટેલા 21 પક્ષીઓની એકી સાથે અંતિમ વિધિ કરવામાં આવી.

જીવદયા પ્રેમીઓ દ્વારા મૃત પક્ષીઓની અંતિમયાત્રા યોજી શ્રધ્ધા સુમન...

પાટણ ની શેઠ એમ.એન. હાઇસ્કૂલ નું ધો.10 નું ગૌરવવંતુ પરિણામ…

શાળાના કુલ 5 વિદ્યાર્થી ઓએ A 1 ગ્રેડ અને...

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવની બે માસમાં 49000 મુલાકાતીઓએ મુલાકાત લીધી…

છેલ્લા બે માસમાં પુરાતત્વ વિભાગને રૂપિયા 20 લાખથી વધુ...