fbpx

પાટણ જીલ્લામાં 3 ઝોન માં 30,570 વિદ્યાર્થીઓ ધો.10, 12 ની બોર્ડની પરીક્ષા આપશે…

Date:

જિલ્લામાં ધોરણ 10 માં કુલ 18494 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સા.પ્ર.માં 10026 અને સાયન્સમાં 2053 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું..

પાટણ તા. ૨૨
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11 માર્ચ થી શરૂ થનાર એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષામાં પાટણ જિલ્લા માંથી ધોરણ 10 અને 12 ના કુલ 30570 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેને લઈનેપાટણ શિક્ષણ વિભાગ દ્રારા તમામ તૈયારી પુણૅ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી એ બોડૅની પરિક્ષા બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ધોરણ 10 માં કુલ 18494 વિદ્યાર્થીઓ નોંધાયા છે જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10026 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સમાં 2053 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે.પાટણ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે જિલ્લા કલેકટર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણા ધિકારી કચેરી દ્વારા સુંદર આયોજન વ્યવસ્થા ગોઠવાયેલ છે.જિલ્લામાં ધોરણ 10 માં પાટણ અને હારીજ બે ઝોનમાં કુલ 18494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.જેમા પાટણ ઝોનમાં કુલ 12 પરીક્ષા કેન્દ્રોમાં 36 બિલ્ડિંગોના 380 બ્લોકમાં 10691 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવાયેલ છે. જ્યારે હારીજ ઝોનમાં 10 કેન્દ્રના 31 બિલ્ડીંગોના 275 બ્લોકમાં 7803 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વ્યવસ્થા કરવામાં આવેલ છે.ધોરણ 12 સાયન્સ માટે પાટણ ઝોનમાં 2053 વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમના માટે 4 પરીક્ષા કેન્દ્રોના 10 બિલ્ડિંગોમાં 104 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 10026 વિદ્યાર્થીઓ માટે 13 પરીક્ષા કેન્દ્રના 32 બિલ્ડિંગોમાં 325 બ્લોકમાં બેઠક વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું છે.આ તમામ બીલ્ડીગો સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવ્યા છે.ધોરણ 10 એસએસસીની પરીક્ષા માટે પાટણ ઝોનમાં બાલીસણા, પાટણ, રણુજ, સિધ્ધપુર, કોઇટા, વાયડ, કુંવારા, કાકોશી, ભીલવાણ, ડેર, સરીયદ અને કુણઘેર નો સમાવેશ થાય છે. જ્યારે હારીજ ઝોનના 10 કેન્દ્રોમાં ચાણસ્મા, ધીણોજ, રાધનપુર, હારીજ, વારાહી, વડાવલી, શંખેશ્વર, સમી, સાંતલપુર અને ચવેલીનો સમાવેશ કરાયો છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે પાટણ ઝોનમાં 13 કેન્દ્રો સમાવાયા છે જેમાં પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા, રાધનપુર, કોઇટા, વાયડ, મેથાણ, ધીણોજ, હારીજ, શંખેશ્વર, વારાહી, સમી, બાલીસણાનો સમાવેશ કરાયો છે. એચએસસી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પાટણ ઝોનના 4 કેન્દ્રોમાં પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા અને રાધનપુર કેન્દ્રનો સમાવેશ થાય છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા 11 માર્ચ
થી 31 માર્ચ સુધી ચાલનાર હોવાનું પાટણ જિલ્લા શિક્ષણા ધિકારી એ જણાવ્યું હતું

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે આગામી લોકસભાની ચૂંટણી ને અનુલક્ષી બેઠક યોજાઇ…

ભાજપ આગેવાનો દ્વારા ચુટણી લક્ષી માગદશૅન પુરૂ પાડી વડાપ્રધાન...

પાટણ નગર પાલિકાના કારોબારી ચેરમેન ના અધ્યક્ષ સ્થાને કોર્પોરેટરો ની પ્રિ- મોન્સુન કામગીરી અંતગૅત સમીક્ષા બેઠક યોજાઈ..

રોડ,રસ્તા,સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર,વરસાદી પાણી સહિતના પ્રશ્નો નું નિરાકરણ...

વિદેશી દારૂ થી ભરેલી ગાડી સાથે બુટલેગર ની ઝડપી લેતી સિધ્ધપુર પોલીસ..

વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-672 અને ગાડી મળી કુલ કિ.રૂ.7,85,160...