મેરેથોન દોડ મા 750 થી વધુ સ્પધૅકોએ ભાગ લીધો…
પાટણ તા. 23
પહેલું સુખ તે જાતે નર્યા સૂત્ર ને સાથૅક કરવા અને લોકો તંદુરસ્તી માટે જાગૃત બની કિડનીના રોગોની જાગૃતિ આવે તે માટે પાટણ શહેરની આસ્થા હોસ્પિટલ દ્રારા શનિવારે શહેર ના જીમખાના ખાતે થી 1,3,5 અને 11 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેરેથોન દોડમાં 750 થી વધુ સ્પર્ધકો એ વિવિધ કેટેગરી માં ભાગ લીધો હતો જેમાં 12 વર્ષ થી લઇને 85 વર્ષ સુધી ના લોકો જોડાયા હતા. મેરેથોન દોડ મા જોડાયેલા તમામ દોડવીરોને મેડલ એનાયત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ મેરેથોન દોડ માં ભાઈઓ-બહેનો માં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિજેતાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર સાથે રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા.પાટણ શહેરમાં આસ્થા કિડની હોસ્પિટલ દ્વારા સૌ પ્રથમ વાર આયોજિત કરવામાં આવેલ મેરેથોન દોડ મા જીમખાના પાટણ સરદાર પટેલ સંકુલ યુથ હોસ્ટેલ, પાટણ વિમેન સાઈકલિંગ ક્લબ, ડોક્ટર્સ એસોસીએશન, પાટણ રોટરી અને રોટરેક્ટ ક્લબ સહિતની વિવિધ સંસ્થાઓ સહયોગી બની આયોજનને સફળ બનાવ્યુ હતું.
મેરેથોન દોડ ના પ્રારંભ પૂર્વે આસ્થા હોસ્પિટલ ના ડો. સુરેશ ઠક્કર દ્રારા કિડનીના ડોકટરો અને ઓર્થોપેડિક ડોકટરો સહિતના ડોકટરો સાથે કિડની ના રોગોની જાગૃતિ માટે પ્રશ્નોતરી યોજાઈ હતી. મેરેથોન દોડમાં પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ, ડીડીઓ બી.એમ.પ્રજાપતિ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર , કારોબારી ચેરમેન મુકેશ પટેલ, બેબાભાઈ શેઠ, મનોજ પટેલ, ડો સુરેશ ભાઈ ઠક્કર, નારણભાઈ ઠક્કર સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી