જિલ્લા કક્ષાએ વિજેતા બનેલ સ્પધૅકો રાજયકક્ષાની સ્પધૉ મા ભાગ લેવા જશે..
પાટણ તા. ૨૫
પાટણની શૈક્ષણિક ક્ષેત્રેની સાથે સાથે, રમત-ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રેસર પાટણ ની શેઠ નાગર દાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ-મહાકુંભમાં તાલુકા – જીલ્લાની એથ્લેટિકસ, ટેકવેન્ડો, બેડમિન્ટન જેવી વિવિધ રમતોમાં સિદ્ધિ હાંસલ કરી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
ખેલમહાકુંભ ની એથ્લેટિકસમાં તાલુકા કક્ષાએ-12 અને જીલ્લા કક્ષાએ-૧ મેડલ, ટેકવેન્ડોમાં અન્ડર-૧૪ ભાઈઓમાં ૧૪ મેડલ, બહેનોમાં-૯ મેડલ,બેડમિન્ટનમાં-1 મેડલ એમ કુલ-૩૪ મેડલો પ્રાપ્ત કરી ખેલ મહા કુંભ માં શાળાના બાળકો એ સિદ્ધિ પ્રાપ્ત કરી શાળા તથા જિલ્લાનું નામ રોશન કરેલ હોય જિલ્લામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા એ રમવા જશે.
શાળાના કોચ ઈમરાનભાઈ અને અમરસંગભાઈ દ્વારા સુંદર અને પધ્ધતિસરનુ કોચીંગ આપી તૈયાર કરવામાં આવેલ વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરતા ઉ.ગુ.યુ.મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્ર ભાઈ કે.પટેલ, મંત્રીમનસુખભાઈ પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ, ખજાનચી મહેન્દ્રભાઈ વી. પટેલ. દિનેશ ભાઈ પટેલ, મનોજભાઈ કે. પટેલ, શાળાના ઈ.ચા આચાર્ય વસંતભાઈ પટેલ, તથા શાળા પરિવારે બિરદાવી રાજ્ય કક્ષાએ પણ શાળા અને જિલ્લાને ગૌરવ અપાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી