ફાઈનલ મેચ ને પાટણ સાંસદ,સિધ્ધપુર ના પૂવૅ ધારાસભ્ય અને અવની હોસ્પિટલ ના ડો.દીપ શાહે નિહાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કયૉ..
પાટણ તા. ૧૩
પાટણ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સદારામ ક્ષત્રિય પ્રીમિયર લીગ સીઝન ૨ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ માં ડેલિકેટ સુપર કિંગ વિજેતા બની હતી.ટુર્નામેન્ટ અંતર્ગત એકલવ્ય ઇલેવન અને ડેલિકેટ સુપર કિંગ વચ્ચેની ફાઇનલ મેચ જોવા માટે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, સિધ્ધપુર ના પૂવૅ ધારા સભ્ય ચંદનજી ઠાકોર, ડો.દીપ વ્યોમેશ ભાઈ શાહ સહિત ના આગેવાનો સાથે મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓ ને પ્રોત્સાહિત કયૉ હતા.ફાઈનલ મેચમાં એકલવ્ય ઇલેવનના ૧૦ ઓવર માં ૯૯ રન થયા હતા જ્યારે ડેલિકેટ સુપર કિંગે ૭ વિકેટે ફાઇનલ મેચ જીતી લીધી હતી.સમગ્ર ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સીરીઝ ભરતસિંહ ડેલિકેટ, ટુર્નામેન્ટનો બેસ્ટ બોલર રાહુલ પાલડી અને ટુર્નામેન્ટ ના બેસ્ટ બેસ્ટમેન રાકેશ સિધ્ધપુર બન્યા હતા.
સદારામ ક્ષત્રિય પ્રિમિયર લિગ ની ફાઇનલ મેચ ના વિજેતા ટીમ ને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, સિધ્ધપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ડો. વ્યોમેશ એમ. શાહના પુત્ર ડો. દીપ શાહ, બબાજી અમરાજી ઠાકોર (નિવૃત્ત ASI GKTS), સરસ્વતી તાલુકા પ્રમુખ ભવાનજી ઠાકોર,પાટણ તાલુકા પ્રમુખ નટુજી ઠાકોર ભેમોસણ, ભરતજી કેશાજી ઠાકોર, કોર્પોરેટર, સુશિરભાઈ લીમ્બાચીયા એડવોકેટ, ઉત્તમભાઈ ડોડીયા, તુષારભાઈ ઠક્કર અને આમંત્રિત મહેમાનો ના વરદ હસ્તે વિનર ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ આયોજક મિત્રોએ ખેલાડીઓ, મહેમાનો, યુનિવર્સિટી અને સહયોગ આપનારનો આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર આયોજન માં રમેશ ઠાકોર સ્પોટ કમિટી પ્રમુખ, પ્રકાશ ઠાકોર શહેર પ્રમુખ GKTS ભરતસિંહ ડેલિકેટ, અજય ઠાકોર (સાવરી), સંજય બી ઠાકોર વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી