રાધનપુર પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક શખ્સને ને ઝડપી લીધો..

આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ.

પાટણ તા. ૧૨
રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલ ટીન નંગ ૯૩૬ સાથે કુલ કિ.રૂ. ૪,૧૧, ૭૨૮ ના મુદ્દામાલ સાથે એક શખ્સ ને રાધનપુર પોલીસે ઝડપી આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને ઝડપી લેવા કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓની સુચના આધારે જીલ્લામાં તાજેતરમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચુંટણી અન્વયે દારૂ-જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ-તપાસ સંબધિત સુચના આપતા એમ. કે. ચૌધરી પો.ઇન્સ. રાધનપુર પો.સ્ટે.નાઓ ને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે રાધનપુર ટાઉન ભરવાડ વાસ ના નાકે પંચો સાથે નાકાબંધી દરમ્યાન મારૂતી સ્વીફટ કાર નંબર પ્લેટ વગરની એન્જીન નંબર-D13A- 5157571 તથા ચેસીસ નં-MA 3 FHEB1 SO0961660 વાળીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો દારૂ તથા બીયર મળી કુલ બોટલ, ટીન નંગ-૯૩૬ કુલ કિ.રૂ.૧,૦૬,૭૨૮/-નો પ્રોહી મુદામાલ તથા એક સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૩,લાખ તથા એક મોબાઇલ નંગ કિ.રૂ. ૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૪,૧૧,૭૨૮ ના મુદામાલ આરોપી વર્માભાઇ ઉર્ફે વરુણ વાઘાભાઇ ઠાકોર રહે.જુના પોરાણા તા-રાધનપુર જી-પાટણ ની અટકાયત કરી આ ગુનામાં સંડોવાયેલા કમલેશભાઇ રામજીભાઇ ઠાકોર રહે- રાધનપુર લાટીરોડ તા- રાધનપુર જી-પાટણ અને મુન્નો દરબાર રહે- ભાભરવાળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ શ્યામી