fbpx

ધી બોમ્બે મેટલ પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ દ્રારા વિજ્ઞાન દિન નિમિતે વિજ્ઞાન ક્વિઝ યોજાઈ..

Date:

પાટણ તા. ૨૯
પાટણ ની ધી બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં બાળકો દ્રારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે વિજ્ઞાન કિવઝ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત રત્ન એવા સર ચંદ્ર શેખર વેક્ટ રામન ની યાદ માં કરવામાં આવેલ આયોજન માં ધોરણ ૫ થી ૮ના કુલ ૨૪ વિધાર્થીઓએ જુદી જુદી ટીમો જેવી કે ડો.હોમી જહાંગીર ભાભા, ડૉ.જગદીશ ચંદ્ર બોઝ , વેંકટરામન રામકૃષ્ણન, સીવી રામન, સત્યેન્દ્રનાથ બોઝ, ડૉ. વિક્રમ સારાભાઈ નામની કુલ ૬ ટીમો બનાવી ભાગ લીધો હતો

અને કુલ 3 રાઉન્ડ જેવા કે જનરલ, માઇનસ અને બોનસ રાઉન્ડ, રાખવામા આવ્યા હતા.તેમાંથી પ્રથમ , દ્રીતીય અને તૃતીય વિજેતાને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા .બાકીના વિધાર્થીઓને પણ ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હોવાનું ધી બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના આચાર્ય એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અને જોહુકમીના મામલે ત્રસ્ત બનેલા લોકોએ આવેદનપત્ર આપ્યું..

પીઆઇ પી.ડી.સોલંકી તથા સ્ટાફ ભ્રષ્ટાચાર અને હેરાનગતિ કરતાં હોવાના...

પાટણની કે. કે. ગલ્સૅ શાળા સંકુલમાં દાતા ના સહયોગ થી તૈયાર કરાયેલ “નિરવ ઉદ્યાન” નું લોકાર્પણ કરાયું..

શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ માતૃશાળાને ઉધાન અપૅણ કરી વિધાર્થીઓને આત્મ...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સ ની ઉજવણી કરવામાં આવી..

પાટણ તા. ૧૧ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...