fbpx

સાંતલપુર તાલુકામાં ‘સંપૂર્ણતા અભિયાન’નો કલેકટર ની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવાયો…

Date:

પાટણ તા. 4
નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓ અને ૫૦૦ તાલુકાઓ પૈકી રાજ્યમાં પાટણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી સાંતલપુર તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી એસઓપી પ્રમાણે ૬ પેરામીટર્સની સૂવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા/તાલુકામાં “સંપૂર્ણતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત વારાહી ખાતે શેઠશ્રી પુરુષોત્તમદાસ મુળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળા માં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન અને નીતિ આયોગના પ્રતિનિધિ સુશ્રી અનાથા જ્યોથીર્મી ની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો ગુરૂવારે પ્રારંભ કરાવાયો હતો.આ અભિયાનના ઉદઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનેજણાવ્યું હતું કે, “સંપૂર્ણતા અભિયાન” માં આપવામાં આવેલા મહત્વના છ ઈન્ડિકેટર્સ મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં કામ કરવામાં આવશે. સાથે તેઓએ પ્રાકૃતિક ખેતી વિશેના નાટકમાં ભાગ લેનાર બાળકોને બિરદાવતા જણાવ્યું હતું કે, મહિલા
ઓ સુપોષિત રહે તે માટે હવે પ્રાકૃતિક ખોરાક જ લેવો જોઈએ. ઉપરાંત જિલ્લા કલેકટરે પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ આકાંક્ષી જિલ્લા/તાલુકાના નક્કી કરાયેલા ઈન્ડિકેટર્સને સંતૃપ્ત કરવા માટે યોગદાન આપવાના શપથ લીધા હતા. ત્યાર બાદ મહાનુભાવોએ સ્ટોલનું નિરિક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન પરમાર, મદદનીશ કલેકટર કુ. હરિણી કે.આર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.પી.જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણા, નીતિ આયોગના પ્રતિનિધિ સુશ્રી અનાથા જ્યોથી ર્મી, જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
.

સંપૂર્ણતા અભિયાન નીતિ આયોગ દ્વારા સંપૂર્ણતા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓની પસંદગી થઈ છે. જેમાં ગુજરાતના ૧૩ તાલુકાઓમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનો સમાવેશ થાય છે. ઉપરાંત દેશ માં 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 500 મહત્વા કાંક્ષી બ્લોકસનો સમાવેશ થાય છે.દેશમાં સંપૂર્ણતા અભિયાન ૪ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં ચેમ્પિયન્સ ઓફ ચેન્જ થીમ ન્ટર્ગત કામ કરવા માં આવશે. સંપૂર્ણતા અભિયાનના સૂચકાંકો માં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણનો સમાવેશ થાય છે. આ સૂચકાંકોને એકશન પ્લાન અંતર્ગત પ્રાપ્ત કરવામાં આવશે. જેમાં જિલ્લા અને બ્લોક સ્તરના અધિકારીઓ, ફ્રન્ટલાઈન કામદારો, જપ્રતિનિધિઓ, સોશિયલ મીડિયા પ્રભાવકો, સ્થાનિક કલાકારો, પ્રદર્શકો, સમુદાયના નેતાઓ, જન સમુદાય અને વિદ્યાર્થી ઓનો સમાવેશ થાય છે.

Share post:

Subscribe

Popular

More like this
Related