fbpx

પાટણ ના રાજ માગૅ પર થી કુ.દ્રષ્ટી ની વર્ષિદાન યાત્રા ભક્તિ સભર માહોલમાં નિકળી..

Date:

જૈન સાધુ ભંગવતો એ વર્ષિદાન યાત્રા મા જોડાઈ કુ. દ્રષ્ટિ ને આશીર્વાદ પાઠવ્યા..

પાટણ તા. 6
પાટણ શહેરની આશીષ સોસાયટીમાં નિવાસ કરતા અને શહેરના મુખ્ય બજારમાં કેશરીયા ટી ડેપો નામની પેઢી ધરાવતા સંખારીયા બ્રધર્સ સુનીલકુમારની દીકરી દ્રષ્ટિએ વૈશ્વિક કોરોના મહામારીના કપરા સમયમાં પોતાની અમીદષ્ટિથી દર્દીઓની ખડેપગે સેવા કરી પ્રભુત્વ મા સમપણૅ ની ભાવના ઉજાગર કરવા જૈન પરીવારની આ દિકરી દ્રષ્ટિએ જીવનના તમામ સુખોથી પર થઇ પોતાની દૃષ્ટિને વિમુખ કરી સાધ્વીજી જીવનના કઠીન માર્ગને અપનાવ્યો છે. મુમુક્ષા રત્ન દૃષ્ટિએ દિક્ષા અંગીકાર કરવાનો કઠીન નિર્ણય કર્યો હતો ત્યારે ગચ્છાધિપતિ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય સોમ સુંદર સુરેશ્વરીજી મહારાજ સાહેબની નિશ્રામાં તેમજ ગુરુભગવંતોની ઉપસ્થિતિ વચ્ચે બે દિવસીય પંથોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના પ્રથમ દિવસ મુમુક્ષા રત્ન દિક્ષાર્થીના નિવાસ સ્થાનેથી ભવ્ય વર્ષીદાન યાત્રા વાજતે-ગાજતે શહેરના માર્ગો પર નીકળી હતી. આ યાત્રામાં પાટણ શહેર સહિત પંથકના જૈન-જૈનેતરો અને સાધ્વીજી મહા રાજો મોટી સંખ્યા માં જોડાયા હતા. જે યાત્રા શહેરના બગવાડા નજીક આવી પહોંચતા યાત્રામાં જોડાયેલા શરણાઈ કલા કારો દ્વારા રાસગરબાની રમઝટ બોલાવવા માં આવી હતી. ત્યારબાદ દિક્ષા અંગીકાર કરનાર દ્રષ્ટિને શણગારેલ ઝૂલતી પાલખી માં ક્રેઇનની મદદ વડે આશરે ૨૫ ફૂટ ઉંચે લઇ જવાઇ હતી.

જયાંથી દિક્ષાર્થીએ વસ્ર, અલંકાર, આભુષણો અને પૈસાનું વર્ષીદાન રુપે વરસાદ વરસાવી સમગ્ર સાંસારીક સુખોનો ત્યાગ કર્યો હતો. તો સાથે સાથે યુવાનવયે દિક્ષા અંગીકાર કરનાર આ દિકરીએ સંસાર ના પારી વારીક માતા – પિતા, ભાઇ-બહેન અને દાદા-દાદીના સંબંધો ઉપર પૂર્ણ વિરામ મુકી જીવનને સાધ્વીજીના કઠીન માર્ગ પર દૃષ્ટિગોચર કરી સંસારનો સાધુ ભગવંતોની ઉપસ્થિતિમાં ત્યાગ કરશે. આશીષ સોસાયટી ખાતે ગુરુ ભગવંતો અને સાધ્વીજી મહારાજોની ઉપસ્થિતિ વચ્ચે રવિવારે મુમુક્ષા રત્ની દિક્ષા અંગીકારની વિધિ સંપન્ન કરવામાં આવશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શ્રમજીવી વિસ્તારની આંગણવાડીના ભુલકાઓની પ્રવૃત્તિઓએઅધિકારીઓને પણ પ્રભાવીત કયૉ..

પાટણ તા. 26 પાટણ શહેરમાં આવેલ શ્રમજીવી વિસ્તારની આંગણવાડી...

શ્રી પદ્મનાભ વાડી પરિસર માં બિરાજ માન ગોપેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વ ઉજવાયો…

પાટણ તા. ૯શિવરાત્રીના પાવન પર્વની પાટણ શહેરના પ્રજાપતિ સમાજના...

સરદાર સરોવર ની જળ સપાટી વધતાં પાટણ પંથકના નદી કાઠાના ગામોને એલટૅ કરાયા..

સરદાર સરોવરની જળ સપાટી વધતા ગમે ત્યારે નદીઓમાં પાણી...

પાટણની નૂતન વિનય મંદિર શાળા ખાતે સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરાઈ..

બ્યુટી એન્ડ વેલનેસ લેબનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ઉદ્ઘાટન...