પાટણ તા. 21
આજે વિશ્વ માં લોકો વિવિધ સમસ્યા ઓથી પીડાય રહ્યા છે. ત્યારે યોગ ભગાવે રોગ ના સૂત્ર ને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા યોગ ને વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત કર્યો છે.
આજે સમગ્ર વિશ્વ યોગા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આ ઉજવણી ના ભાગ રૂપે સાંતલપુર તાલુકાના ગો.ગામડી પ્રા.શાળા માં વિશ્વ યોગા દિવસની ઉજવણી સવારમાં કરવામા આવી હતી.
જેમાં 51 બાળકો અને 3 શિક્ષકો દ્વારા વિવિધ યોગા કરવામાં આવ્યા હતા .ત્યારબાદ યોગ વિષે યોગગુરૂ દ્રારા યોગ નું મહત્વ તેના ફાયદા વગેરે બાબતો વિષે વિધાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મદારસિંહ ગોહિલ, રસિકજી ઠાકોર અને એન.એમ ભરવાડે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી