google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસે વિવિધ થીમ હેઠળ પાટણ જિલ્લામાં જન જાગૃતિ અર્થે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે..

Date:

પાટણ તા. 23
તા. 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. ‘વિકસિત ભારતની નવી પહેચાન – કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન’ સ્લોગન હેઠળ અને માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર” ની થીમ પર આ વર્ષે ચાર તબક્કામાં આ ઉજવણી કરવામાં આવશે.

કુટુંબ નિયોજન માટે દંપતીઓ સાથે સંવાદ, વધતી જતી વસ્તીથી ઊભા થતા પ્રશ્નો અંગે જાણકારી, જે વિસ્તારોમાં ટીનેજ પ્રેગ્નસી હોય,માતા અને બાળ મરણ થયેલ હોય, કુ.નિ પધ્ધતિઓના અપનાવેલ હોય તેવા દંપતિઓની સંખ્યા વધુ હોય તેવા વિસ્તારો માં કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતીઓ, સેવાઓ તેમજ બે બાળકો વચ્ચે જરૂરી સમય ગાળો, નસબંધી તથા અન્ય આધુનિક કુટુંબ નિયોજન સેવાઓ અને ઉપલબ્ધ સુવિધાઓની વિશે આઈઈસી,એસબી સી.સીનાં માધ્યમ થકી લોકોમાં જન જાગૃતિ આવે અને બાળ તથા માતા મૃત્યુ દર ઘટાડવા માટે જાગૃતિ કેળવવામાં આવશે. તા. 20 જૂનથી શરૂ થયેલ પ્રથમ તબક્કા દરિમયાન પ્રચાર-પ્રસાર અંગેની સામગ્રી તૈયાર કરી અને વિતરણ,સ્વયંસેવકોની તાલીમ, આંતર-ક્ષેત્રિય કન્વર્જન્સ, જાગૃતિ અને પ્રચાર કરવામાં આવશે. બીજા તબક્કામાં તા.27 જૂનથી 10 જુલાઈ દરમિયાન કુટુંબ નિયોજન મહત્ત્વ વિશે જન જાગૃતિ લાવવા માટે સામુદાયિક બેઠકો, કાર્ય શાળા ઓ અને પરિસંવાદોનું. ઘરે-ઘરે મુલાકાતો,સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જાગૃતિ અભિયાન, રેલી, રોડ શો, દરેક ગામમાં બેનર પોસ્ટર લગાવવા અને હોર્ડિંગ્ઝ લગાવવા જેવા આયોજનો કરવામાં આવશે. ત્રીજા તબક્કા માં તા.11 થી 24 જુલાઈ દરમિયાન સેવાઓ પૂરી પાડવા અંગેનું પખવાડિયું તરીકે ઉજવાશે.જેમાં ગર્ભનિરો ધક કુટુંબ નિયોજન સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે પાટણના ભૈરવ રોડ પર આવેલા શ્રી ખોડીયાર માતાજીના મંદિર પરિસર ખાતે એક કુંડી યજ્ઞ કરાયો..

ગોપાલસિંહ ગંગાસિંહ રાજપુત પરિવારના યજમાન પદે યોજાયેલા યજ્ઞના દશૅન-પ્રસાદ...

હારીજ-પાટણ હાઇવે માર્ગ પર અજાણ્યો વાહન ચાલક રાહદારીને ટક્કર મારી ફરાર થયો..

ઈજાગ્રસ્ત ને પ્રાથમિક સારવાર આપી 108 મારફતે ધારપુર રિફર...

પાટણ પાલિકા હસ્તક ના ગાડૅન મા યોગ પ્રોટોકોલ તાલીમ યોજાઈ..

પાટણ તા. ૯ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રવિવાર ના...