fbpx

પાટણના રામ રહીમ અન્ન ક્ષેત્ર દ્રારા ચાલતાં પુરકવગૅ ના વિધાર્થીઓનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. ૩
પાટણના રામ રહીમ અન્ન ક્ષેત્ર દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે પુરક શિક્ષણના વર્ગો છેલ્લા ૧૭ વર્ષથી કાયૅરત છે. આ વર્ષે આ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વિદાય અને આગામી પરીક્ષા માટેનો શુભેચ્છા કાર્યક્રમ રામ રહીમ અન્ન ક્ષેત્રના ભવનમાં મહાનુભાવો ની ઉપ સ્થિત વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી યતિનભાઈ ગાંધીએ વિદ્યાર્થી ભાઈ બહેનોને આગામી પરીક્ષા ખૂબ શાંત ચિત્તે આપી અને સારા માર્કસ સાથે પાસ થવા અને સારી કારકિર્દી પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પૂરક શિક્ષણ વર્ગોના ચેરમેન હર્ષદભાઈ ખમારે છેલ્લા ૧૭ વર્ષથી આ સંસ્થા દ્વારા ચલાવાતા ધોરણ ૧૦ અને ધો.૧૨ ના પુરક શિક્ષણના વર્ગોની માહિતી આપી, સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન બિલકુલ ફ્રી શિક્ષણ અપાતું હોવાનું જણાવ્યું હતું.સંસ્થાના ટ્રસ્ટી દિલીપભાઈ સુખડિયા, શંકરભાઈ પટેલે પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી વિધાર્થીઓને પરિક્ષાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આ ટ્યુશન વર્ગોના શિક્ષકો દુબે, પૂજા મકવાણા, લિસ્માં સોલંકીનું સંસ્થા દ્વારા બુકે અને સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ પુરક વર્ગમાં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓને બોલપેન અને મોઢું મીઠુ કરાવી આગામી પરીક્ષા ની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પોલીસ હેડ ક્વાર્ટર થી બગવાડા દરવાજા સુધીની પોલીસ ની દોડનું આયોજન કરાયું..

પાટણ પોલીસ હેડ ક્વાર્ટર થી બગવાડા દરવાજા સુધીની પોલીસ ની દોડનું આયોજન કરાયું.. ~ #369News

પાટણ પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત પાટણમાં કેનાલની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી..

પાટણના ટેલીફોન એક્સચેન્જ થી રાજનગર સુધીની કેનાલ સાફ કરાઈ.. પાટણ...