fbpx

કમોસમી વરસાદ ના કારણે માટીકામ કરતાં પરિવારોને થયેલ નુકસાન નો સર્વે કરી વળતર ચૂકવવા પાટણ સાંસદ ની રજૂઆત…

Date:

પાટણ તા. ૪
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના સંસદીય મતવિસ્તારમાં પડેલા કમોસમી વરસાદના કારણે માટીકામ સાથે સંકળાયેલા પરિવારજનોને થયેલ નુકસાની નો સર્વે કરી વળતર ચૂકવવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ સાંસદ દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં તેઓએ જણાવ્યું હતુ કે પાટણ સંસદીય મત વિસ્તારમાં આવતા તાલુકામાં તા. ૨/૩/૨૪ ના રોજ થયેલ કમોસમી વરસાદ થી તૈયાર થયેલ ઉભા પાકને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. અને સાથે સમગ્ર રાજ્ય માં માટી કામ સાથે સંકળાયેલ વર્ગને ઈટો ના ભટ્ઠા, નાના ઈંટવાડા, માટી ના વાસણ વગેરેને કમોસમી વરસાદ ના લીધે માટી માથી બનેલ વસ્તુ નું ધોવાણ થયેલ છે. અને સમગ્ર રાજ્ય માં માટી કામ સાથે જોડાયેલ વર્ગ ને મોટું આર્થિક નુકશાન થયેલ છે.અને પોતાની રોજી રોટી છીનવાઈ ગયેલ છે. તો આવા કપરા સમયમાં સરકાર દ્વારા માટીકામ સાથે સંકળાયેલા વર્ગ ને થયેલ નુકશાન નું સમગ્ર રાજ્ય માં સર્વે કરીને તાત્કાલિક ધોરણે આર્થિક સહાય કરવામાં આવે તેવી રજુઆત તેઓએ મુખ્ય મંત્રી ને લખેલ પત્રમાં કરવામાં આવી હોવાનું તેઓનાં અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિએ  જણાવ્યું  હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

હડકવા વિશે જનજાગૃતિ કેળવીને મુત્યુદર શૂન્ય સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે : નાયબ નિયામક ડો.મકવાણા..

હડકવા વિશે જનજાગૃતિ કેળવીને મુત્યુદર શૂન્ય સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે : નાયબ નિયામક ડો.મકવાણા.. ~ #369News

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્રની યાદમાં પિતાએ પાણીની પરબ નું નિર્માણ કર્યું..

ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના સૌજન્ય થી તૈયાર કરાયેલી...