વાહન સવાર ડ્રાઇવર સહિત મુસાફરોને નજીવી ઇજાઓ પહોંચી…
પાટણ તા. ૪
પાટણ શહેર સહિત જિલ્લા ના હાઈવે માગૅ પર થી પુરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારી પસાર થતાં ચાલકો દ્રારા અવારનવાર નાના મોટા માગૅ અકસ્માત ના બનાવો સજૅતા હોય છે અને આવા અકસ્માત ના બનાવોમાં અનેક નિદોર્ષ માનવ જીદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા ચાલકો સામે વહીવટી તંત્રના અધિકારીઓની ઢીલી નીતિના કારણે કડક કાર્યવાહી હાથ નહીં ધરાતા લોકો મા તંત્ર સહિત પુરપાટ દોડતા વાહન ચાલકો સામે રોષની લાગણી જોવા મળી રહી છે.
પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા થી સિધ્ધપુર ચાર રસ્તા સુધીના માગૅ પર સોમવારે સવારે માત્ર બે કલાક ના સમય ગાળામાં રેતીના બે ડમ્પરો એ ત્રણ ફોર વ્હીલર ને ટક્કર મારતા હાઈવે માગૅ પર થી પસાર થતાં રાહદારીઓ સહિત ના વાહન ચાલકોમા ફફડાટ સાથે લોકોના જીવ પડીકે બંધાયા હતા. જોકે આ અકસ્માત ના બનાવોમાં ચાલક સહિત ના મુસાફરો ને સામાન્ય ઈજાઓ પહોચતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો.
પાટણ શહેર માંથી દિવસ દરમ્યાન પસાર થતા રેતી ભરેલા ડમ્પર ચાલકો જાણે રસ્તે ચાલતી પ્રજા કે અન્ય વાહન ચાલકોની પરવા કયૉ વીના બેફામ ગતિએ દોડતા હોવાના આવા નાના મોટા અકસ્માત ના બનાવે અવારનવાર સજૉતા હોલા છતાં વહીવટી તંત્ર ની સાથે સાથે ફરજ પરના પોલીસ કમૅચારી અને અધિકારીઓ દ્વારા કોઈ નકકર પગલાં ભરવામાં ન આવતાં લોકોમાં રોષ ની લાગણી ઉદભવવા પામી છે.
તાજેતરમાં જ એક પ્રજાપતિ યુવકનું ગોલ્ડન ચોકડી પાસે ટબૉ ની ટક્કર વાગતા ઘટના સ્થળે મોત થયાની ઘટના તાજી છે ત્યારે સોમવારે વધુ બે અલગ અલગ અકસ્માતો મા ટબૉ ચાલકોએ એક મારુતિ વાન તેમજ એક વડોદરા પાસીંગ કાર અને એક પાટણ પાસિંગ કાર ને ટક્કર મારતા વાહનો ને નુકસાન થયું હતું.
અહેવાલ યશપાલ સ્વામી