પાટણ તા. 11
મહિલા ઉત્કર્ષ મંડળ પાટણ દ્વારા અને સ્ટેટ બેન્કના સહયોગ થી 50 બહેનોને સિલાઈ મશીન આપી આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણ ની વિભાવનાને ચરિતાર્થ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ તેમજ વિધવા અને વિકલાંગ બહેનો ઘરે બેઠા જ સિલાઈ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને પોતાના બાળકોને ભણાવી શકે અને સામાજિક પ્રસંગોમાં કોઈ પાસે હાથ લાંબો ના કરવો પડે તેમજ જાતે જ કમાઈ શકે અને આત્મનિર્ભર બની શકે માટે આ સંસ્થા દ્વારા બહેનો કમાઈ શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગર થી ચીફ મેનેજર સુબોત પાન્ડે, ચીફ મેનેજર રવિકાંત શિગ અને મેનેજર સંતોષચરણ સાથે ઓફિસર ઉપેન્દ્ર સિગ અને મહિલા ઉત્કર્ષ મંડળ પાટણ પ્રમુખ અલકાબેન દરજી, સમર્પણ સેવા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ પટેલ મહિલા ઉત્કર્ષ મંડળ ના પ્રોજક્ટ મેનેજર તેજસભાઈ દરજી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
અહેવાલ યશપાલ સ્વામી