પાટણ તા. ૫
પાટણના જલારામ મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાની મહાવદ દશમ ને મંગળવાર ના પવિત્ર દિવસે 143 મી પુણ્યતિથિ પવૅની ઉજવણી કરવામાં આવી હતી.
જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સવારે 9:00 થી 12 કલાક સુધી ભજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ બપોરે 12 વાગ્યે મહા આરતી મંદિરના પૂજારી રશ્મીકાંત મહારાજ તેમજ ધર્મેન્દ્ર મહારાજ દ્વારા કરવા માં આવી હતી.
આરતી બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલારામ મંદિરના ટ્રસ્ટી નારણકાકા, વ્યોમેસભાઈ, પ્રભુરામ ભાઈ, સેવતીભાઈ ઠક્કર અને સ્ટાફ મિત્રો અને ભક્તો-સેવકો એ દશૅન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી