fbpx

ચાવી બનાવવા ઘર માં આવેલા બે ઇસમ રૂ. 6.27 લાખના ઘરેણાં લઈ ફરાર

Date:

મળતી માહિતી મુજબ, કલોલના પાનસર ગામમાં એક સોસાયટીમાં ભગવતીબેન રાઠોડ પરિવાર સાથે રહે છે. સોમવારે બપોરે તેઓ ઘરે હતા ત્યારે ચાવી બનાવવા વાળા બે ઇસમો સોસાયટીમાં આવ્યા હતા.

કલોલના પાનસરગામમાંથી એક ચેતવણી સમાન બનાવ સામે આવ્યો છે. પાનસર ગામમાં રહેતી મહિલાએ બે ઈસમોને તિજોરીની ચાવી બનાવવા માટે ઘરમાં પ્રવેશ આપ્યો હતો, જેનો લાભ ઉઠાવી બંને ઇસમોએ તિજોરીમાંથી રૂ. 6 લાખ 26 હજાર 900ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થયા હતા. આ મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કલોલના પાનસર ગામમાં એક સોસાયટીમાં ભગવતીબેન રાઠોડ પરિવાર સાથે રહે છે. સોમવારે બપોરે તેઓ ઘરે હતા ત્યારે ચાવી બનાવવા વાળા બે સરદારજી સોસાયટીમાં આવ્યા હતા. આથી ભગવતીબેને તેમને તિજોરીની બીજી ચાવી બનાવવા માટે બોલાવ્યા હતા અને તિજોરી બતાવી હતી. ત્યાર બાદ બંને ઇસમ તિજોરીની ચાવી બનાવવા લાગ્યા હતા. જો કે બનાવેવી ચાવી તિજોરીમાં લાગી નહોતી આથી ભગવતીબેને બંનેને ઘરની બહાર મોકલી દીધા હતા.

6.49 લાખના સોના-ચાંદીના દાગીના લૂંટી બંને ઇસમ ફરાર

થોડા સમય બાદ જ્યારે ભગવતીબેને તિજોરીની તપાસ કરી તો બે તોલાનું સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, એક તોલાના સોનાના પેંડલ નંગ – 4, સોનાના પાટલા, સોનાનું લોકેટ, સોનાની કાનની શેરો, સોનાનો દોરો, સોનાની કડીઓ અને ચૂની, ત્રણ વીંટી તેમ જ ચાંદીના ત્રણ નંગ ઝૂડા, પગની પાયલ મળીને કુલ રૂ. 6 લાખ 26 હજાર 900ની કિંમતના ઘરેણાં ગાયબ હોવાનું જણાયું હતું. આ મામલે હવે કલોલ તાલુકા પોલીસન સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ના વિવિધ વિભાગોમાં રૂ. 36 લાખના ખર્ચે 28 આરો પ્લાન્ટ ફીટ કરવાની કામગીરી હાથ ધરાઈ..

યુનિવર્સિટી ના વિવિધ વિભાગોમાં રૂ. 36 લાખના ખર્ચે 28 આરો પ્લાન્ટ ફીટ કરવાની કામગીરી હાથ ધરાઈ.. ~ #369News

રમતગમત સંકુલ, પાટણ મુકામે જિલ્લા ક્રીડા ભારતી ની બેઠક મળી..

ક્રિડા ભારતી દ્વારા પાટણ જિલ્લાના તમામ તાલુકામાં ક્રિડા કેન્દ્રો...