fbpx

પાટણ લોકસભાની બેઠક પર કોગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ સિધ્ધપુર કોગ્રેસ મા ભંગાણ સજૉયુ..

Date:

પાટણ તા. ૯
પાટણ જિલ્લા કોગ્રેસના આગેવાનો દ્વારા કાયૅકરો ની કરાતી અવગણના લોકસભાની ચૂંટણી પૂવૅ જ બહાર આવી હોય તેમ શનિવારે સિધ્ધપુર કોગ્રેસ સમિતિના આગેવાનો, કાયૅકરો, સરપંચો, ઉપ સરપંચો સહિત ૨૦૦ થી વધુ લોકો એ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત ભાજપ આગેવાનો ની ઉપસ્થિત મા ભાજપ ને સમથૅન આપી કેસરીયો ખેસ ધારણ કરતાં પાટણ જિલ્લા કોગ્રેસ સમિતિમાં ભંગાણ ના શ્રીગણેશ થતાં કોગ્રેસ નું રાજકારણ ગરમાયું છે.

કોગ્રેસ મુક્ત ભારત બનાવવાવની નેમ વ્યકત કરનાર ભારતીય જનતા પાર્ટી ના દિગ્જજો દ્વારા કોગ્રેસ ને તોડવામાં સફળ બની રહી છે ત્યારે કોગ્રેસ દ્રારા લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવે તે પૂવૅ જ સિધ્ધપુર કોગ્રેસ ના આગેવાનો, કાયૅકરો સહિત સરપંચો, ઉપ સરપંચો, સહિત ના ૨૦૦ થી વધુ લોકો એ ભાજપના ભરતી મેળામાં જોડાઈને કેસરીયો ધારણ કરતાં પાટણ સાંસદ અને કેબીનેટમંત્રી સહિત ભાજપ આગેવાનો એ તમામને આવકારી ખેસ પહેરાવી આગામી લોકસભાની ચૂંટણી મા ભાજપના ઉમેદ વાર ને ૫ લાખ મતોની લીડ સાથે વિજય બનાવવા આહવાન કર્યું હતું. પાટણમા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ મા ભંગાણ સજૉત્તા અને સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ તૂટતા પાટણ જિલ્લા કોગ્રેસ સમિતિ નું રાજકારણ ગરમાયું  છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમી વઢિયાર ૨૧ ગોળ રોહિત સમાજ માંથી કુરિવાજો ને તિલાંજલિ આપવા આહવાન કરાયું..

આગેવાનો દ્વારા સમાજ જાગૃતિ માટે બંધારણીય પત્રિકા નું વિતરણ...

એક વૃક્ષ દેશ કે નામ અંતગૅત મુસ્લિમ સમાજ ની ચાર સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું..

મુસ્લિમ સમાજ ના ધમૅ સ્થાનો પર વિવિધ પ્રકારના વૃક્ષો...

પાટણ ના ખોડિયાર મંદિર નો 75 મો પાટોત્સવ ભકિત સંગીત સાથે ઉજવાયો..

માતાજીની પાલખીયાત્રા મા મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દશૅન-પ્રસાદ...

પાટણ શહેરના સુનકાર બનેલા કનસડા દરવાજા થી રાણકી વાવ સુધીના વિસ્તારની જાગૃત નગર સેવક ના લીધે રોનક બદલાય..

પાટણ શહેરના સુનકાર બનેલા કનસડા દરવાજા થી રાણકીવાવ સુધીના વિસ્તારની જાગૃત નગર સેવક ના લીધે રોનક બદલાય.. ~ #369News