google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુર ની ભણસાલી હોસ્પિટલમાં ડુપ્લિકેટ સર્ટી આધારે ડોક્ટરની ફરજ બજાવનાર બોગસ ડોકટર ૧૪ વર્ષ પછી ઝડપાયો…

Date:

પાટણ તા. ૮
રાધનપુર ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ડુપ્લીકેટ સર્ટીફીકેટ આધારે ડોક્ટર તરીકે ભરતી થઇ છેતર પીંડી આચરનાર અને છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા ડોક્ટર ને ચોકકસ બાતમીના આધારે પાટણ એલ. સી . બી. પોલીસ ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે ઇન્ચાર્જ પો.ઇન્સ. વી.આર.ચૌધરી એલ. સી. બી. પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ચોક્કસ મળેલ બાતમી આધારે રાધનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૮૭/૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૭૧ મુજબ ના કામે નાસતા ફરતા આરોપીને ભચાઉ મુકામેથી ઝડપી તેઓની સામે સી.આર.પી.સી કલમ-૪૧(૧)આઇ મુજબ રાધનપુર પોલીસ ને સોંપતાં રાધનપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આરોપી ની પુછપરછ કરતાં તેને પોતાનું નામ યાદવ મહેશકુમાર નારણભાઇ ઉ.વ.૩૯ રહે. પ્લોટ નંબર- ૧૩, સ્વામી વિવેકાનંદ કો.ઓ. હાઉસીંગ સોસાયટી લક્ષ્મણધામ સામે હવામહેલ રોડ, પાલીતાણા તા. પાલીતાણા જી.ભાવનગર મૂળ રહે. ડુંગરપુર તા.પાલીતાણા જી.ભાવનગર હોવાનું અને તેને સને-૨૦૧૦ માં ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલમાં ડોકટર તરીકે ના ખોટા સર્ટી રજુ કરી એમ.બી. બી.એસ. ડોક્ટરની ભરતીમાં નિમણૂક મેળવી સંસ્થા તરફથી ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રકિયા દરમ્યાન આ કામના આરોપી ડુપ્લીકેટ ડીગ્રી સર્ટીફીકેટ આધારે ભરતી થયેલાનું જણાઇ આવતા સદરી આરોપી વિરૂધ્ધ સને-૨૦૧૦માં ગુન્હો દાખલ થયેલ, આ કામના આરોપી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોવાનું પોલીસ સૂત્રોએ  જણાવ્યું  હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્રની યાદમાં પિતાએ પાણીની પરબ નું નિર્માણ કર્યું..

ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના સૌજન્ય થી તૈયાર કરાયેલી...

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું..

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું.. ~ #369News