google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ચાણસ્મા હારીજ માર્ગ પર મારુતિ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત ત્રણ ઘાયલ…

Date:

ચાણસ્મા હારીજ માર્ગ પર 12 કલાકના સમય ગાળામાં બે અકસ્માતમાં કુલ છ લોકોના મોત સાથે આઠ લોકો ઘાયલ થયા..

અકસ્માતમાં મારુતિ ચાલક અને એક યુવતી મહેસાણા જિલ્લા ના હિગળાજપુરા ના અને બાઇક ચાલક સમીના ઇસ્લામપુરા જુના જેસડાના ભાજપ આગેવાન હોવાનું જાણવા મળ્યું. ..

પાટણ તા. ૧૫
ચાણસ્મા-હારીજ માર્ગ પર ગુરુવારે બપોરે 2:30 કલાકના સુમારે મારુતિ અલ્ટો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક તેમજ કાર ચાલક બંનેના ધટના સ્થળે કરુણ મોત નીપજયા હોવાનું તો કારમાં સવાર ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હોય જેવોને 108 દ્વારા ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન 17 વષૅની યુવતી પણ મોતને ભેટતા અને ઘટનાની જાણ ટ્રાફિક જમાદાર અશોકભાઈ ચૌધરીને થતાં તેઓએ સ્થળ પર પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતની મળતી હકીકત મુજબ ગુરુવારે બપોરના 2-30 કલાકના સુમારે ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર ધરમોડા નજીક maruti alto કાર નંબર gj 02 બીપી 3362 અને બાઇક નંબર જીજે 24 એડી 16 63 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલક મનોજભાઈ હેમરાજ ભાઈ પટેલ રહે.હિગળાજપુરા તેમજ બાઈક ચાલક ઠાકોર રામાજી વાધાજી રહે.ઈસ્લામપુરાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ત્યારે કારમાં બેઠેલા બે બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી.

અકસ્માતમાં બનાવવાની જાણ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જમાદાર અશોકભાઈ ચૌધરી ને થતા તે ઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કારમાં સવાર ઇજાગ્રસ્તોને 108 મારફતે ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો મૃતક બાઇક સવાર અને કારચાલક નું પંચનામું કરી તેની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં બનાવવાની જાણ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જમાદાર અશોકભાઈ ચૌધરી ને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કારમાં સવાર ઇજાગ્રસ્તોને 108 મારફતે ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો મૃતક બાઇક સવાર અને કારચાલક નું પંચનામું કરી તેની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો સારવાર અર્થે ખસેડવામાં આવેલ ચાર પૈકી વિશ્વા નામની 17 વષૅની યુવતી નું પણ મોત નિપજ્યું હતું.

ચાણસ્મા હારીજ માર્ગ પર ધરમોડા નજીક બપોરના સુમારે મારુતિ કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક સહિત એક યુવતી અને બાઈક ચાલક ના મોતના પગલે સનસનાટી મચી જવા પામી હતી. ચાણસ્મા હારીજ માર્ગ પર ધરમોડા નજીક બપોરના સુમારે મારુતિ કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક બનાસકાંઠાના પાલવાસણા ગામના હોવાનું જાણવા મળ્યું છે તો બાઈક ચાલક સમી તાલુકા ના ઇસ્લામપુરા જુના જેસડા ગામના ભાજપના આગેવાન ઠાકોર રામાજી વાઘાજી હોવાનું અકસ્માત સ્થળેથી મળેલ ડોક્યુમેન્ટ ઉપરથી જાણી શકાયું છે.

પાટણ જિલ્લાના ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર છેલ્લા 12 કલાકની અંદર બે ભયંકર માગૅ અકસ્માત સર્જાતા કુલ 6 લોકો ના મોત સાથે 8 લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનીવસિટી ખાતે ઉમાશંકર જોશી વ્યાખ્યાન માળા યોજાઈ..

પાટણ તા. ૧પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના બોર્ડ...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડા- ગણવાડા ખાતે“વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ”..

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડા- ગણવાડા ખાતે“વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ”.. ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. ૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...