પાટણ તા. ૭
પાટણ શહેર માં ચોમાસા દરમિયાન ભારે વરસાદ સમયે પાટણ શહેરથી બહાર જવા માટે કોઈ વ્યવસ્થા ન હોઈ ભારે વરસાદમાં મોટી જાનહાની ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે સાથે સાથે તેઓએ આ રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઇ પાટણ જીલ્લા વહીવટી તંત્ર,રેલ્વે તંત્ર અને નગરપાલિકા તંત્રને યોગ્ય સુચના આપવા વિનતી કરી છે.
પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે મુખ્યમંત્રી ને લખેલા પત્ર માં જણાવ્યું છે કે પાટણ શહેરમા કોલેજ રોડ પર નવીન રેલ્વે બ્રીજ બની રહેલ છે, જેના લીધે ફાટક બંધ કરવામાં આવેલ છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ સમયે પાટણ શહેરથી બહાર જવા માટે આ રસ્તા સિવાય કોઈ વ્યવસ્થા ન હતી. કારણ કે ચોમાસા મા ભારે વરસાદ દરમિયાન જનતા હોસ્પિટલ સામે નાળામાં પાણી ભરાઈ જાય છે. તથા આનંદ સરોવર સામે પણ પાણી ભરાઈ જાય છે.તો કોલેજ રોડ પર બનેલ રેલ્વે અન્ડર બ્રીજમા પણ પાણી ભરાઈ જતું હોવાથી સરકારી કચેરીઓ અને કોલેજ કેમ્પસમાં પણ ન જવાય તેવી પરિસ્થિતિ પેદા થશે.
પાટણ શહેર માંથી બહાર જવા માટે પી. ટી સી કોલેજના રેલ્વે નાળા કે છીંડિયા જીલ સોસાયટી પાસે આવેલ ફાટક થઇ રેલ્વે લાઈન બહાર થઈ ધારાસભ્ય ગ્રાન્ટ માંથી 5 કરોડના ખર્ચથી બનેલ ખાલકશા પીર થઇ શિહોરી રોડ, સાયન્સ મ્યુઝિયમ સામે બનેલ નવીન રોડ સિવાય કોઈ રસ્તો નથી, પરંતુ રેલ્વે લાઈન ને અડીને આવેલ 900 મીટર જેટલો રોડ કાચો છે.
આ બાબતે તેઓ દ્રારા વારવાર કલેકટર, રેલ્વે અને નગરપાલિકાને પણ રજૂઆત કરેલ છે પરંતુ કોઈ કાર્ય વાહી કરવામાં આવેલ નથી.જે બાબતની પત્રમાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલે રજુઆત કરી રજુઆત ની ગંભીરતા લઇ પાટણ જીલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્રને યોગ્ય સુચના આપવા વિનતી કરી છે. જેથી કોઈ મોટી ઘટના બને તો લોકોનો બચાવ થઇ શકે તેવો પણ ઉલ્લેખ પત્ર માં કરવામાં આવ્યો હોવા નું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી