ત્રણ યજમાન પરિવાર સહિત શિવભક્તો એ ધાર્મિક વિધિમા સહભાગી બની ધન્યતા અનુભવી..
પાટણ તા. ૧૧
પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ની વાડી પરિસરમાં આવેલ શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવારની શુભ પ્રભાતે શ્રી ગોપેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં મહાદેવના શિવલિંગ સિવાય દરેક દેવી-દેવતાના પ્રાણ આહવાહન (જળ લોટા માં)લેવાનો ધાર્મિક પ્રસંગ ભક્તિ સભર માહોલ માં ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે યજમાન પદે મીનાબેન કનુભાઈ,નિતુબેન વિજયભાઈ અને જયાબેન ઈશ્વરભાઈ જયભોલે પરિવારે લ્હાવો લીધો હતો.
આ ધાર્મિક કાયૅ ની શાસ્ત્રોક્ત વિધિ સમાજના નાત ગોર જયેશભાઈ પંડયા સહિતના ભૂદેવો ના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે આયોજિત કરવામાં આવેલ આ ધાર્મિક પ્રસંગે પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સાથે ત્રણેય યજમાન પરિવારો સહિત મોટી સંખ્યા માં સમાજના શિવ ભકતોએ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પ્રસંગને સફળ બનાવવા શ્રી ગોપેશ્વર મહાદેવ સમિતિના શિવ સેવકો સહિત સમાજના સેવાભાવી યુવાનોએ સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી પ્રસંગને દિપાવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી