સિદ્ધપુરની વિવિધ શાળા-કોલેજમાં મતદાન જાગૃતિમાટે સહી ઝુંબેશ…

પાટણ તા. ૨૪
લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

આ પ્રવૃતિઓના ભાગરૂપે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુરની વિવિધ શાળા કોલેજમાં સહી ઝુંબેશ હાથ ધરી શાળાઓના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવ્યુ હતું.

સિદ્ધપુરમાં જિલ્લા સ્વીપ નોડલ અધિકારી વ જિલ્લા શિક્ષણાધિકારીપાટણના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃતિઓ દ્વારા આયોજીત આ ઝુંબેશમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સહભાગી થયા હતા. સ્પર્ધા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મતદાન અંગેના શપથ પણ લેવા માં  આવ્યા  હતા.