fbpx

ચાણસ્માના લણવા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો…

Date:

પાટણ તા. ૨૩
ચાણસ્મા તાલુકાના લણવા ગામેથી પાટણ એલસીબી ટીમે બાતમી ના આધારે ઓચિંતી રેડ કરી વિદેશી દારૂ બિયર ના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરની જિલ્લામાં દારૂ જુગારની બદીને ડામી દેવા જિલ્લા પોલીસ અધિક્ષક ડો રવિન્દ્ર પટેલની કરાયેલી સૂચના અનુસાર પાટણ એલસીબી પોલીસ ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું .

ત્યારે પાટણ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો ચાણસ્મા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, ઘનશ્યામ કિર્તીભાઇ ઠાકોર રહે.લણવા રહે.બસ સ્ટેશનની પાછળ તા. ચાણસ્મા જી.પાટણ વાળો પોતાના રહેણાક મકાનમાંની બાજુમાં આવેલ ઢાળીયામાં ગે.કા. ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે બાતમી હકીકતવાળી જગ્યાએ ઓચિંતો છાપો માંરીને પતરાના સેડ વાળા ઢાળીયામાંથી ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરનો જથ્થો કુલ બોટલો-ટીન નંગ-૨૨૫ કી.રૂ.૩૦૭૩૯/-ના મુદામાલ સાથે બુટલેગર ઘનશ્યામ કિર્તીભાઇ ઠાકોર રહે.લણવા બસ સ્ટેશનની પાછળ તા.ચાણસ્મા જી.પાટણ વાળાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો આ ધંધા સાથે સંકળાયેલા ઝાલા રતુભા ઉર્ફે ટીકો વિનયસિંહ રહે. સૂણસર તા.ચાણસ્મા જી.પાટણને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના પદયાત્રીઓ સહિત માઈ ભક્તોને 3,000 થી વધુ કેન્ડીનું પાટણ એકતા ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરાયું..

મુસ્લિમ યુવાનો સ્થાપિત એકતા ફાઉન્ડેશનની સેવા પ્રવૃત્તિએ કોમી એકતા...

હેમ. ઉ. ગુ.યુનિ. ખાતે એકદિવસીય AISHE વર્કશોપ યોજાયો..

વકૅશોપમાં ઉત્તર ગુજરાતના ૩૦૦ થી વધુ નોડલ ઓફિસરોએ ઉપસ્થિત...

સાંતલપુરના ગોખાતર ગામડી પ્રા.શાળાના બાળકો ને ગણવેશ વિતરણ સાથે દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો..

ધારાસભ્ય લવિગજી ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.. પાટણ તા. 6...

ચાણસ્મા ના રામપુરા ગામના પ્રવેશ દ્વાર પાસેના ગેર કાયદેસર ના દબાણો આખરે તંત્ર દ્વારા દૂર કરાયા…

મામલતદાર, જીઈબીના અધિકારી સહિત ગ્રામજનોએ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો...