fbpx

પાટણમાં વૈષ્ણવાચાર્ય પૂ. વાગિશકુમારજી નું ભવ્ય સામૈયું અને શોભાયાત્રા સાથે સન્માન કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. ૧૧
પાટણનાં આંગણે વૈષ્ણવો માટે બે દિવસીય અનેરો ઉત્સાહ અને ઉમંગનો ઉત્સવ છવાયો હતો. પાટણ માં પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય અને વૈષ્ણવ સૃષ્ટિનાં આરાધ્ય એવા વૈષ્ણવાચાર્ય પૂ. વાગીશ કુમારજી પાટણ માં પધારતાં તેઓનું પાટણનાં વૈષ્ણવોએ શહેરનાં હિંગળાચાચરમાં આવેલા હરિહર મહાદેવ ખાતે સામૈયુ કરીને તેઓની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજી સન્માના કરાયુ હતું. વૈષ્ણવાચાયૅ વાગીશ કુમારજી ની પધરામણી થતાં અત્રે મહિલા વર્ગ દ્વારા કળશ અને રાસ ગરબા તથા કૃષ્ણભક્તિ સભર ગીતોની સરવાણી વહાવી હતી.

પાટણનાં દ્વારકાધિશ મંદિર ખાતે યોજાયેલા દ્વિદિવસીય કાર્યક્રમોનાં ભાગરુપે લાયબ્રેરીનું ઉદ્ઘાટન, મનોરથ, હોળી રસિયા અને સન્માન સમારોહ જેવા વિવિધ કાર્યક્રમો ભક્તિ સભર માહોલમાં યોજાયા હતાં. પાટણ ના દ્વારકાધીશ મંદિર ખાતે બે દિવસીય આયોજિત ધાર્મિક કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલા વૈષ્ણવાચાયૅ વાગીશકુમારજી ના વૈષ્ણવ સંપ્રદાયના પરિવારજનો સહિત પાટણનાં પ્રબુદ્ધ નગરજનો સાથે ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો અને વિવિધ સેવાકીય, સામાજિક સંસ્થાઓએ ઉપસ્થિત રહી દશૅન આશિર્વાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા..

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા.. ~ #369News

પાટણ શહેરમાં ભક્તિ મય માહોલમાં હનુમાન જયંતિ ના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી…

શહેરના પંચમુખી હનુમાન મંદિર પરિસર ખાતે અન્નકુટ મહોત્સવ સાથે...

કુણધેર ગામની સીમ માંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી ટીમ…

પાટણ તા. ૮પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ...