fbpx

સરસ્વતી તાલુકાના અજીમણા ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો..

Date:

પાટણ તા. ૨૩
પાટણ વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો વન મહોત્સવ સરસ્વતી તાલુકાની આદર્શ હાઈસ્કુલ અજીમાણા ખાતે મામલતદાર કે. કે. રણાવસિયાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે યોજાયો હતો. તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમનું મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જેમાં પરિક્ષેત્ર વન અધિકારી એમ.જે.પટેલે વન મહોત્સવ અને વન વિભાગની વિવિધ યોજનાઓ વિશે સુવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું.

મહિપતસિંહ રાજપુત તેમજ બળદેભાઈ દેસાઈ એ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વધુ મા વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું. મામલતદાર કે.કે. રણાવસિયાએ તાલુકામા વૃક્ષારોપણ કરવા તેમજ વન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ માટેનું માર્ગદર્શન આપ્યું હતું.

વનપાલ વિષ્ણુભાઈ દેસાઈએ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી રોપા વિતરણ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ નાયબ વન સંરક્ષક પાટણ વનવિભાગ ના માર્ગદર્શનમાં યોજાયો હતો. તાલુકા કક્ષાનો વન મહોત્સવ પ્રસંગે તાલુકા પંચાયતના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, વિદ્યાર્થી ઓ અને બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ગોપીનાથજી મંદિરે મથુરા ગમન નો મનોરથ કરાયો..

પાટણ તા. ૧૯પાટણ શહેર ના સોનીવાડા વિસ્તારમાં આવેલ શ્રી...

હારીજ ITI પાસે એસ.ટી.બસ અને અલ્ટો વચ્ચે સજૉયેલ અકસ્માતમાં કાર ચાલકનું મોત..

હારીજ થી ભુજ તરફ જતી એસટી બસને અકસ્માત નડ્યો.. પાટણ...

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં નવરાત્રી પર્વ “થનગનાટ – 2023” નું આયોજન કરાયું…

ખેલૈયાઓ સાથે સ્કૂલ પરિવારે ટ્રેડિશનલ ડ્રેસમાં રાસગરબા ની રમઝટ...