google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

RTE-એક્ટ હેઠળ ગરીબ બાળકો ફ્રી પ્રવેશ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી ને પત્ર દ્વારા રજુઆત કતૉ પાટણ ધારાસભ્ય….

Date:

પાટણ તા. ૧૧
પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે રાજયના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ને પત્ર લખી રજુઆત કરી છે કે ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓમાં RTE-એક્ટ હેઠળ મફત શિક્ષણની પ્રવેશ પ્રક્રિયા આગામી તા.૧૪ માચૅ ના રોજ થી શરૂ થનાર છે. દર વર્ષે આ પ્રવેશ આગલા શૈક્ષણિક વર્ષની ધોરણ-૧ ની સંખ્યાના આધારે ૨૫% લેખે પ્રવેશ માટે વિદ્યાર્થી સંખ્યા નક્કી કરવામાં આવે છે. અને તે અનુસાર દરેક શાળાઓમાં સંખ્યાની ફાળવણી કરવામાં આવે છે.

ગુજરાત સરકારે ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧ માં પ્રવેશ માટેની વય મર્યાદામાં વધારો કરી ૫-વર્ષના બદલે ૬-વર્ષ કરવામાં આવેલ હતી. જેના કારણે ૨૦૨૩-૨૪ ના શેક્ષણિક વર્ષમાં ૬-વર્ષની મર્યાદાવાળા બાળકો પ્રવેશને પાત્ર થતાં હતા. પરંતુ આ બાળકોએ ૫-વર્ષની વય મર્યાદા પુર્ણ થતાં શેક્ષણિક વર્ષ ૨૦૨૨- ૨૩ માં પ્રવેશ મેળવી લીધેલ હતો. તેથી ૬-વર્ષ ની મર્યાદાવાળા બાળકો કે જેઓએ કોઈ પણ કારણસર પ્રવેશ ન મેળવ્યો હોય એવા રડ્યા ખડયા બાળકોએ ૨૦૨૩ -૨૪ ના વર્ષમાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ. આમ શેક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ-૧ ની પ્રવેશની સંખ્યા નહિવત બનેલ છે.

આથી શેક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષમાં ગત વર્ષની ધોરણ-૧ ની સંખ્યાના આધારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો આ શૈક્ષણિક વર્ષમાં ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓમાં RTE-એક્ટ હેઠળ મફત શિક્ષણમાં નહિવત સંખ્યામાં ગરીબ વિધ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. જેથી ગુજરાત સરકારે જાહેર કરેલા માપદંડોમાં આવતા ગરીબ વિધ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જશે.ત્યારે શેક્ષણિક વર્ષ : ૨૦૨૪-૨૫ પૂરતા પ્રવેશની સંખ્યા ૨૦૨૨-૨૩ ની સંખ્યાના આધારે પ્રવેશ આપવામાં આવે તેવો ગરીબ બાળકોના હિતમાં નિર્ણય કરી ગરીબ બાળકોને RTE-એક્ટ હેઠળ પ્રવેશ મળે તેવી વિનંતી સાથે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પત્ર લખી રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકા ના ‘હોલ્ડ’ પર રખાયેલા ૨૪ રોડના કામો પૈકી ૭ રોડના કામોને મંજૂરી અપાઈ…

પાટણ તા. ૧પાટણ શહેરમાં પાણી પૂરવઠાની અને ભુગર્ભ ગટરો...