પાટણ તા. ૧૨
બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, પાટણ દ્વારા સુજનીપુર સબ જેલ પાટણ ખાતેના આરોપીઓ ને 6 દિવસની ફાસ્ટફૂડ અને સ્ટોલ ઉદ્યમીની તાલીમ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જે તાલીમ અંતર્ગત તાલીમાર્થી કેદીઓને અલગ અલગ પ્રકારના ખાણી પીણી જેમાં સમોસા,વડા પાવ, દાબેલી, ભાજી પાવ, ગોટા, પકોડી, મન્ચુરીયન અને પૌવા વગેરે જેવા નાસ્તા બનાવતા શીખવવામાં આવ્યા હતા.
તાલીમ બાદ કેદી પોતે મુક્ત થઈ સ્વતંત્ર વ્યવસાય કરી શકે તે હેતુથી સંસ્થા દ્વારા તાલીમની સાથે સાથે સરકારી અને બેંકની યોજનાઓ વિશે, ધંધામાં જોખમ લેવું, સ્વતંત્ર નિર્ણય લેવો, ગુણવત્તા, પર્સનાલિટી, કમ્યુનિકેશન, ધિરાણ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમના છેલ્લા દિવસે તાલીમ સમાપન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના નિયામક ડો.રુદ્રેશ ઝુલા, સુજનીપુર સબ જેલનો તમામ સ્ટાફ, સંસ્થાના ફેકલ્ટી મુકેશ ઠાકોર, હરેશભાઈ પટેલ, સહિત સ્ટાફ અને ટ્રેઈનર સેધાજી ઠાકોરે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી તાલીમ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી