પાટણ તા. 17
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કેમ્પસમાં કાર્યરત ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્રએ બેસ્ટ પ્રાદેશિક કેન્દ્ર નો એવોર્ડ પ્રાપ્ત કરી ગૌરવ પ્રાપ્ત કર્યું હોવાનું પાટણ પ્રાદેશિક કેન્દ્રના સંયોજક ડોક્ટર લીલા બેન સ્વામી એ જણાવ્યું હતું.
તાજેતરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નો આઠમો પદવીદાન સમારોહ કાર્યક્રમ મહા મહિમ રાજ્યપાલ દેવ વ્રતજીના અધ્યક્ષ સ્થાને અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ ભાઇ પટેલ, મંત્રી પ્રફુલ ભાઈ પાનસેરીયા, રાજકોટ ના પૂજ્ય સ્વામી પરમાત્મા નંદ સરસ્વતી, કુલપતિ અમીબેન ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ડીગ્રી ધારકોને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.સાથે સાથે 7 પ્રાદેશિક કેન્દ્રો પૈકી સૌથી શ્રેષ્ઠ કામ ગીરી કરનાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના પ્રાદેશિક કેન્દ્ર ને તેમજ સુરત કેન્દ્ર ને બેસ્ટ કામગીરી બદલ બેસ્ટ પ્રાદેશિક કેન્દ્ર તરીકેનો એવોર્ડ રાજ્યપાલદેવવ્રતજી સહિતના મહાનુભાવો ના વરદ હસ્તે એનાયત કરાયો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં કાર્યરત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રાદેશિક કેન્દ્રના સંયોજક ડૉક્ટર લીલાબેન સ્વામીની આગવી કોઠાસૂઝ સાથે પર્યાવરણ જાગૃતિ, સામાજિક સમરસતા, મહિલા જાગૃતિ અને આરોગ્ય લક્ષી જાળવણીના સુંદર કામો ની યુનિવર્સિટી એ નોંધ લઇ બેસ્ટ પ્રાદેશિક કેન્દ્રનો એવોર્ડ એનાયત કરતા ડોક્ટર લીલા બેન સ્વામી એ આભાર ની લાગણી વ્યક્ત કરી યુનિવર્સિટી ના કુલપતિ અમી બેન ઉપાધ્યાય અને ડોક્ટર શુક્લા ની પ્રેરણાથી આ એવોર્ડ પ્રાપ્ત થયો હોવાનું જણાવી પાટણ પ્રાદેશિક કેન્દ્રના કાયૅમાં સહિયોગી બનેલા વિજયભાઈ પ્રજાપતિ,મુકેશ ભાઈ ઠાકોર, વસંતભાઈ સેનમાં અને અમિતભાઈ પ્રજાપતિ ના સાથ સહકારની પણ સરાહના કરી હતી.