fbpx

પાટણ ઝવેરી બજાર એસોસિએશનના પ્રમુખ તરીકે ભાર્ગવભાઈ ચોકસી ની વરણી કરાઈ ..

Date:

ઝવેરી બજારના વેપારીઓ દ્વારા નવીન પ્રમુખને આવકારી શુભેચ્છાઓ વ્યક્ત કરાય..

ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી સહિત કારોબારી સભ્યોની પણ સવૉનુંમતે વરણી કરવામાં આવી..

પાટણ તા. 20
પાટણ ઝવેરી બજાર એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ ઝવેરીનું આકસ્મિક નિધન થતા પાટણ ઝવેરી બજાર એસોસિયેશન પ્રમુખ વિહોણું બન્યું હતું.ત્યારે પાટણ ઝવેરી બજાર એસોસિએશનના નવીન પ્રમુખ તરીકે ની વરણી માટે શનિવારના રોજ વાઘેશ્વરી માતાની વાડી ખાતે પાટણ ઝવેરી બજારના વેપારીઓની સંયુક્ત મિટિંગ મળી હતી. જેમાં સવૉનુંમતે પાટણ ઝવેરી બજાર એસો.ના પ્રમુખ તરીકે સિધ્ધરાજ જ્વેલર્સ ના માલિક અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા યુવા,ઉત્સાહી સોની વેપારી ભાર્ગવભાઈ ચોકસીની વરણી કરવામાં આવતા પાટણ ઝવેરી બજારના વેપારીઓએ તેઓની વરણીને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ સાથે પાટણ ઝવેરી બજાર એસોસિએશનના મંત્રી દિલીપભાઈ મોદી ઉર્ફે લાલાભાઇ, સહમંત્રી ભરતભાઈ આર સોની, ઉપપ્રમુખ હિતેશભાઈ સોની, ખજાનચી ડેનિશભાઈ ઝવેરી, સહ ખજાનચી વિનોદભાઈ સોની સહિતના કારોબારી સભ્યો સાથે સલાહકાર સમિતિ મા યોગેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પી.સોની અને કિરીટભાઈ ઝવેરીની પણ સવૉનુંમતે વરણી કરવામાં આવી આવી હોવાનું ઝવેરી બજારના સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુરના ડો. પિડારીયા એ સફળ ઓપરેશન કરી મહિલા નાં પેટમાંથી 5 કિલોની ગાંઠ કાઠી મહિલા ને નવ જીવન બક્ષ્યું.

રાધનપુરના ડો. પિડારીયાએ સફળ ઓપરેશન કરી મહિલાનાં પેટમાંથી 5 કિલોની ગાંઠ કાઠી મહિલાને નવજીવન બક્ષ્યું. ~ #369News