નમૅદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પરિપત્ર બાબતે પુનઃ વિચાર કરી ખાતેદારો તરફે નિણૅય કરે તેવી માગ પ્રબળ બની..
પાટણ તા. ૧૩
નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવતાં રાધનપુર,સાંતલપુર, સમી, સુઈગામ, ભાભર, કાંકરેજ તાલુકા હેઠળના પિયત વિસ્તારમાં આવતી શાખા નહેરો, વિશાખા નહેરો અને પ્રશાખા નહેરોમાં સિંચાઈ માટેના પાણીનો ઉપયોગ કરતા ખાતેદારોને તા. ૧૫ માચૅ થી પાણી બંધ કરવાનું હોવાની એક પત્ર દ્વારા રાધનપુર નમૅદા વિભાગ ની કચેરી મારફતે સુચિત કરવામાં આવતાં પંથકના ખાતેદારો મુશ્કેલીમાં મુકાયાં છે. રાધનપુર નર્મદા વિભાગના પત્ર દ્વારા ખાતેદારોને સુચિત કરવામાં આવ્યાં છે કે વર્ષ ૨૦૨૩-૨૪ પૂર્ણ થયેથી તા.૧૫ માચૅ થી સરકારના આયોજન મુજબ પાણી વહેવડાવ
વાનું બંધ કરવામાં આવનાર હોઈ ખાતેદારોએ કોઈ પણ જાતનું ઉનાળુ સીઝન વાવેતર કરવું નહિ. તેમજ નહેરોમાં ઉનાળામાં નહેર દવારા સિંચાઈ માટે તેમજ સિંચાઈ માટેના તળાવો ભરવા માટે નહેરમાં પાણી છોડાવવા માટે આગ્રહ રાખવો નહિ. આમ છતાં જો કોઈ પાકનું વાવેતર કરવામાં આવશે તો તે અંગેની કોઈ પણ પ્રકારની જવાબ દારી નિગમ કચેરીની રહેશે નહિ.
સ.સન ની થી હસ્તકની નહેરો ઉપર મુકવામાં આવેલા હેડ રેગ્યુલેટરના ગેટ ને અનાધિકૃત ખોલવા અથવા ગેટને નુકશાન થાય તેવી કોઈ પણ પ્રકારની કામગીરી કરવી નહિ. અન્યથા તેવી વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ નિગમ કચેરીને પડશે.તો નહેરમાં અનાધિકૃત રીતે મુકેલ મશીનો/પંપો/ભાનળીઓ હટાવી ખસેડી લેવા, અન્યથા કાયદાકીય રીતે તેમના મશીનો,પંપ,અક નળીઓ પોલીસની મદદથી જપ્ત કરી દંડ કરવામાં આવશે તેવી સુચનાઓ પત્ર મારફત કરવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર નર્મદા કેનાલના મુખ્ય સંપ હાઉસ સલીંમ ગઢ ખાતેથી આગામી તા.15 માચૅ થી કેનાલમાં પાણી વિતરણ બંધ કરવામાં આવે તેવી જાણ નર્મદા નિગમે એક પત્ર જાહેર કરીને કરતાં પાટણ અને કચ્છમાં ઉનાળામાં સિંચાઈ માટે પાણીની તંગી સર્જાય તેમ છે.
કચ્છની જીવાદોરી સમાન નર્મદા બ્રાન્ચ કેનાલમાં આવતા સપ્તાહથી પાણી વિતરણ બંધ થવાની વાતથી રાધનપુર વિસ્તારમાં ઉચાટ ફેલાયો છે. રવિ સિઝન પુરી થતી હોય દર વર્ષની જેમ નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં વાર્ષિક સમાર કામ અંતર્ગત અંદાજીત એકથી દોઢ માસ સુધી પાણી વિતરણ બંધ રહી શકે છે, ત્યારે આગામી 15 માર્ચથી રવિ સિઝન પુરી થતી હોય કેનાલમાં પાણી વહેતુ બંધ થવાની જાણ સરદાર સરોવર નર્મદા નિગમના એક પરિપત્ર મારફતે પાટણ કમાન્ડમાં કરાતા પાટણ ના રાધનપુર સાંતલપુર વિસ્તારના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. હાલ એરંડા, જુવાર, બાજરી , વરિયાળી સહિતના વાવેતરમાં પાણીના અભાવે મોટી નુકશાની થવાની પણ ભીતિ ખેડૂતો જોઈ રહ્યા છે ત્યારે નમૅદા વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ આ પરિપત્ર બાબતે પુનઃ વિચારણા કરી પંથકના લોકોના હિતને ધ્યાનમાં રાખીને ધટતુ કરે તેવી માગ ઉઠવા પામી છે.