google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

તા.૧૬ માચૅ થી યુનિ.દ્વારા સેમ 4 અને 6 ની 41 પરીક્ષાઓ લેવાશે.

Date:

યુનિવર્સિટી સંલગ્ન 400 થી વધુ કોલેજોના 120 સેન્ટરો ઉપર 70 હજાર વિધાર્થીઓ પરિક્ષાઓ આપશે..

પાટણ તા. ૧૪
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ જૂનની વાર્ષિક પરીક્ષાઓ આગામી 16 માર્ચ થી શરૂ થનાર છે જેમાં સ્નાતક સેમ 6 અને અનુસ્નાતક સેમ 4 ની41 પરીક્ષાનો પ્રારંભ થશે જેમાં યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતની 400 થી વધુ કોલેજના 120 સેન્ટર પર બંને સેમના મળી કુલ 70 ,000 છાત્રો પરીક્ષા આપશે.

આ બંને પરીક્ષાઓની અંદર સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ હોય જેના પરિણામે ડિગ્રી વષૅના સ્નાતક કક્ષાના સેમેસ્ટર 6 તથા અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 4 ના પરિણામો ઝડપથી જાહેર કરી શકાશે. આ પરીક્ષામાં પ્રશ્નપત્ર વિતરણ વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે

જેમાં પરીક્ષામાં ERP અંતગર્ત પ્રશ્નપત્ર સોફ્ટવેર મારફતે ઓનલાઈન વિતરણ કરાશે. જેમાં આગામી 16 માર્ચથી શરૂ થનાર 41 પૈકી આર્ટસ કોમર્સ અને સાયન્સ ની વધુ સંખ્યા વાળી 6 પરીક્ષાઓને બાદ કરતા 35 પરીક્ષાઓમાં કેન્દ્રો ઉપર સોફ્ટવેર મારફતે ઓનલાઈન જ પ્રશ્નપત્ર મોકલવામાં આવનાર છે. જેનો દરેક કેન્દ્રો ઉપર સંચાલકો દ્વારા આઈડી અને પાસવર્ડ મારફતે મેળવી વર્ગખંડોમાં વિતરણ કરી શકશે તેવું યુનિવ ર્સિટી પરીક્ષા નિયામકે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે માર્ગો પર ટ્રાફિક ઇન્ફર્મેશન ને લઈ 14 ટીમ કામે લગાડી..

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે માર્ગો પર ટ્રાફિક ઇન્ફર્મેશન ને લઈ 14 ટીમ કામે લગાડી.. ~ #369News

શ્રીમતી કે.કે સરકારી કન્યા વિદ્યાલય પાટણ ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો…

શ્રીમતી કે.કે સરકારી કન્યા વિદ્યાલય પાટણ ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો… ~ #369News