fbpx

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ..

Date:

ટ્રેક્ટરની સહાય મળવાથી વાર્ષિક 45 હજાર રૂપિયા નો ફાયદો થઈ રહ્યો છે: લાભાર્થી ખેડૂત..

પાટણ તા. 11
રાજ્યમાં ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બને તે માટે રાજ્ય સરકાર હરહંમેશ ચિંતીત રહે છે. દેશના ખેડૂતને ખેતી કરવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તેમજ ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.સામાન્ય ખેડૂત માટે ટ્રેક્ટર ખરીદવું એ ખૂબ જ અઘરું કામ છે. તેથી ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા એ.જી.આર.50 યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને ખેતી કરવા માટે ટ્રેક્ટરની સહાયતા કરવામાં આવે છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ખેડૂતોને 487.75 લાખની સહાયરૂપે 1003 લાભાર્થીઓને ટ્રેક્ટરોનું વિતરણ કરવામાં આવ્યું છે. એ.જી.આર.50 યોજનાનો લાભ મેળવેલ લાભાર્થી એવા મેલુસન ગામના રબારી ભીખાભાઈ જીવાભાઇ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, હું ટ્રેક્ટર ભાડેથી લાવીને ખેતીવાડીનું કામ કરતો હતો. કેટલીકવાર સમયસર ખેતી કરવા ભાડેથી સાધનો મેળવવા માટે ખૂબ જ તકલીફનો સામનો પણ કરવો પડતો હતો.

આ વાતની જાણ મે ગ્રામસેવક અને ખેતીવાડીના સ્ટાફને કરી હતી. ત્યારબાદ સ્થાનિક ગ્રામસેવક અને ખેતીવાડીના સ્ટાફ દ્વારા એ.જી.આર.50 યોજના વિશેની માહિતી મને આપવામાં આવી અને આ માહિતીનો ઉપયોગ કરીને મેં ટ્રેક્ટર સાધન યોજનાનો લાભ લીધો છે.

હવે મને ખેતી કરવામાં ખૂબ જ સરળતા થઈ ગઈ છે. ખેતી માટે ટ્રેક્ટર હવે ભાડે નથી લેવું પડતુ. પરંતુ જ્યારે ભાડેથી ટ્રેક્ટર લાવીને ખેતીનું કામ કરતાં હતા ત્યારે ખેતી કરવાનો વાર્ષિક ખર્ચો 120000 નો થતો હતો. અને હવે ખેતીવાડી દ્વારા ટ્રેક્ટરની સહાય મળવાથી મારો ખેતીનો વાર્ષિક ખર્ચ 75000 થાય છે. જેથી મને વાર્ષિક 45000 નો ફાયદો થવા લાગ્યો છે. આ સાધન સહાય મળવાથી ખેડ, વાવણી, આતરખેડ તેમજ થ્રેસીંગ સમયસર થાય છે.

તે માટે હું અને મારો પરિવાર કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.ટ્રેક્ટરની ખરીદીપરનાણાકીય સહાય અંગે વિસ્તરણ અધિકારી અંકિત જોષીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતો ખેતી કામમાં યાંત્રીકરણનો મહત્તમ ઉપયોગ કરે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટરની ખરીદી પર નાણાકીય સહાય આપવામાં આવે છે 40 પીટીઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે 45000 તથા 40 પીટીઓ હોર્સ પાવરથી 60 હોર્સ પાવર સુધીના મોડલ માટે 60000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે. અરજી કર્યા બાદ માન્યતા પ્રાપ્ત મોડલ ખરીદી શકાય છે. માન્યતા પ્રાપ્ત મોડેલ અને વેચાણકર્તાઓની યાદી આઇ ખેડુત પર ઉપલબ્ધ હોય છે ત્યારબાદ પૂર્વ મંજૂરી મળ્યા બાદ 60 દિવસ સુધીના સમય મર્યાદામાં જરૂરિયાત મુજબના સાધનીક કાગળો પોતાના ગામના ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી પાસે જમા કરાવવાના હોય છે ત્યારબાદ ખેતીવાડી તંત્ર દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ખેડૂતોને સહાય ચુકવવા માં આવે છે આ યોજના અંતર્ગત 2022-23માં પાટણ જિલ્લામાં કુલ 1003 ખેડૂત લાભાર્થી ઓને રૂપિયા 4.86 કરોડની સહાય ચુકવવા માં આવી છે.આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, તેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક હિતલક્ષી નિર્ણયો લેવામાં આવે છે. આ નિર્ણયમાંથી જ એક નિર્ણય એ.જી.આર.50 યોજનાનો છે .આ યોજનાનો લાભ આજે અનેક ખેડૂતો લઈ રહ્યા છે. એ.જી.આર.50 યોજના થકી આજે ખેડૂતોનું જીવન બદલાયું છે, અને તેઓને આર્થિક રીતે અનેક ફાયદા થયા છે. પરિણામે રાજ્યના ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિ ના મહેકમ અધિકારી નો ચાર્જ ડો.કે .કે પટેલ ને સોપાયો…

પાટણ તા. ૧૭હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મા ઓ.એસ.ડી મહેકમ...

પાટણના 800 વર્ષ જુના રાઘવેન્દ્ર સરકાર ના રામજી મંદિર માં રામજન્મોત્સવ ની ઉજવણી કરાઈ..

પાટણના 800 વર્ષ જુના રાઘવેન્દ્ર સરકાર ના રામજી મંદિર માં રામજન્મોત્સવ ની ઉજવણી કરાઈ.. ~ #369News

વદાણી હાઇવે માર્ગ ક્રોસકરી રહેલા માસુમ ને ertiga ગાડી ના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે માસુમ નું મોત નીપજ્યું..

વદાણી હાઇવે માર્ગ ક્રોસ કરી રહેલા માસુમ ને ertiga ગાડી ના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે માસુમ નું મોત નીપજ્યું.. ~ #369News

પાટણ શહેર માં ચડી બન્યાન ધારી ગેંગ દ્વારા ચોરીની ઘટનાને અપાયેલા અંજામ બાબતે પોલીસ અધિક્ષક સમક્ષ રજુઆત કરાઇ.

પાલિકા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ રાત્રી પેટ્રોલિંગ...