google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાજકીય પક્ષો સાથે ચૂંટણી આચાર સંહિતા સંબધિત સૂચનાઓ અંગે કલેકટર ની બેઠક મળી..

Date:

પાટણ તા. ૧૭
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતા પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને રવિવારે જિલ્લા સેવા સદન ખાતે પાટણ જિલ્લાના રાજકીય પક્ષો સાથેની ચૂંટણી આચાર સંહિતા સંબધિત સૂચનાઓ અંગેની બેઠક મળી હતી. બેઠકમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ આદર્શ આચાર સંહિતા દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ચૂંટણી સમયે છાપવામાં આવતા ચોપાનિયા, પોસ્ટર્સ, ભીંત ચિત્રો, છાપવા બાબતે નિયમોમાં રહીને કામગીરી કરવા બાબત, પત્રિકાઓ, પોસ્ટરો વગેરે છપાવવા ઉપરના નિયંત્રણો, વાહનોના ઉપયોગ બાબત, પ્રચાર-પ્રસાર બાબત વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

વધુ મા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો સંબંધમાં જે જાહેરાતો આપે છે તે ચોપાનીયા અને ભીંતચિત્રોના છાપકામની વિગતો સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટને છાપકામ કર્યાના 3 દિવસની અંદર નમુના ક અને ખ ના ડેક્લેરેશન સાથે રજૂ કરવાની રહેશે. તેમજ આ ખર્ચ પણ ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં ગણવાનું રહેશે. પ્રચારના ઉપયોગમાં લેવાના થતા લાઉડ સ્પીકરના ઉપયોગની નિયમોનુસાર મંજુરી લેવાની રહેશે. લાઉડ સ્પીકરનો ઉપયોગ રાત્રીના 10.00 થી સવારના 6.00 વચ્ચે થઈ શકશે નહી. સભા-સરઘસની મંજુરી લેવાની રહેશે. મંજુરી માટે સિન્ગલ વિન્ડો સિસ્ટમનો ઉપયોગ કરવાનો રહેશે. વાહનના ઉપયોગ માટેની પણ અન્ય સુચનાઓની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, નાયબ ચૂંટણી અધિકારી એ. પી. ઝાલા, સહિત જિલ્લાના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ-મેલુસણ માગૅ પર ક્રેટા કાર અને પિક અપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો.

ક્રેટા કાર માંથી પોલીસ લખેલી પ્લેટ સાથે એક વિદેશી...

પાટણ 108 ના ઈએમટી અને પાયલોટની સમયસર ની સારવારને લઈ એટેક ના દર્દીને નવજીવન મળ્યું..

હૃદય રોગના દર્દીને નવજીવન મળતા પરિવારજનોએ 108 ટીમ અને...