google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભા.જ.પા.ગુ.સાં.સેલ દ્વારા પાટણ લોકસભા કાર્યાલય ખાતે વિકસિત ભારત 2047 અંતર્ગત કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. ૧૯
ભારતીય જનતા પાર્ટી ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા મંગળવારના રોજ પાટણ લોકસભા કાર્યાલય ખાતે વિકસિત ભારત 2047 અંતર્ગત કલા સંવાદ કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણ લોકસભા કાર્યાલય ખાતે આયોજિત કરાયેલા ભારતીય જનતા પાર્ટી ગુજરાત સંસ્કૃતિ સેલના વિકસિત ભારત 2047 અંતર્ગતના કલા સંવાદ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના જાણીતા કલાકાર અને પાટણ પંથકનું ઘરેણું મોરલો, ઘનશ્યામભાઈ ઝુલા, અરવિંદભાઈ વેગડા સહિતના કલાકારોએ ઉપસ્થિત રહી દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિકસિત ભારત 2047 ના વિઝન થી ઉપસ્થિત સૌને વાકેફ કરી લોકોને મનોરંજન પુરુ પાડ્યું હતું.

પાટણ લોકસભા કાર્યાલય ખાતે આયોજિત કરાયેલા કલા સંવાદ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, નંદાજી ઠાકોર, ભાવેશ પટેલ સહિતના ભાજપના આગેવાનોને કાર્યકર્તાઓ સાથે કલા સેલ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નેત્રમ ટીમે ગુમ થયેલા ૮ વર્ષના બે બાળકો ને શોધ્યા તો LCB ટીમે એક ગુમસુદા મહિલાને શોધી કાઢી..

પાટણ નેત્રમ ટીમે ગુમ થયેલા ૮ વર્ષના બે બાળકોને શોધ્યા તો LCB ટીમે એક ગુમસુદા મહિલાને શોધી કાઢી.. ~ #369News

પાટણના મિલકત ધારકો એડવાન્સ વેરો ભરવા માટે જાગૃત બન્યા..

પાટણના મિલકત ધારકો એડવાન્સ વેરો ભરવા માટે જાગૃત બન્યા.. ~ #369News