fbpx

બે શખ્સો ને પિસ્તોલ, તમંચા તથા કાર્ટીઝ સાથે ઝડપી પાડતી પાટણ એલસીબી..

Date:

પાટણ તા. ૧૯
પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેર માંથી એક શખ્સ અને મહેસાણા થી એક શખ્સ ને પાટણ એલસીબી પોલીસે ચોકકસ બાતમીના આધારે પિસ્તોલ,તમંચા,કાર્ટીઝ સાથે આબાદ ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ આગામી લોકસભાની ચુંટણી ૨૦૨૪ અનુસંધાને પાટણ પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાં ગે.કા હથિયારો શોધી કાઢવા સુચના કરેલ હોય

જે અનુસંધાને પાટણ એલસીબી ઈ.ચા.પીઆઈ વી.આર. ચૌધરી ના સિધા માર્ગદર્શન હેઠળ ઉપરોકત કામગીરી કરવા સારૂ પાટણ જીલ્લામાં અગાઉ ગે.કા. હથીયારના કેશોમાં પકડાયેલ આરોપીઓ ઉપર વૉચ રાખવાની કામગીરી દરમ્યાન અપોકો જીતેંન્દ્રકુમાર ગોવીંદભાઇના ઓને મળેલ બાતમી હકીકત આધારે રાધનપુર ખાતે રહેતા કનુભાઇ છગનભાઇ રાણાના ઘરે રેડ કરતાં ઉપરોક્ત ઇસમને બે તમંચા, એક પીસ્તોલ અને કાર્ટીઝ નંગ-૦૫ સાથે પકડી પાડી તેની સઘન પુછપરછ દરમ્યાન તેણે એક પિસ્તોલ દિપક શકરાજી ઠાકોર રહે-ટીબી રોડ મહેસાણા વાળાને આપેલ હોઇ જે આધારે દિપક શકરાજી ઠાકોરને પણ એક પિસ્તોલ સાથે પકડી પાડી બન્ને આરોપીઓ વિરૂધ્ધ રાધનપુર પો.સ્ટે ખાતે આર્મ્સ એકટ હેઠળ ગુનો રજી.કરાવી કાયદેસરની કાર્યવાહી સારૂ રાધનપુર પો.સ્ટે સોપતા રાધનપુર પોલીસ દ્વારા પકડાયેલ આરોપીઓએ ગેરકાયદેસર હથિયાર અન્ય કોઇ વ્યક્તિઓને આપેલ છે કે કેમ તે બાબતમાં વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

શેર બજાર નું ડબ્બા ટ્રેડીંગ કરતા એક ઇસમને પકડી પાડતી પાટણ એલસીબી..

પાટણ તા.19પાટણ જીલ્લામાથી સ્ટોક એકસ્ચેન્જના કોઇપણ સત્તાવાર લાયસન્સ વિના...

શ્રી મહાલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસા.લી.ના ચેરમેન પદે ભાવનાબેન એલ. ઠકકરની બિનહરીફ વરણી..

પાટણ તા. ૧૭પાટણ ખાતે છેલ્લા ૨૩ વર્ષથી કાર્યરત પ્રતિષ્ઠિત...

પાટણ પાચ ગામ લેઉવા પાટીદાર સમાજના ૨૧૦૦ વડીલો ની વડીલ તીર્થયાત્રા નું પ્રસ્થાન કરાયુ…

૫૧ સ્લીપીંગ લકઝરી,૩ એમ્બ્યુલન્સ સાથે ૨૦૦ યુવાનો તીર્થયાત્રા મા...