google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નેત્રમ ટીમે ગુમ થયેલા ૮ વર્ષના બે બાળકો ને શોધ્યા તો LCB ટીમે એક ગુમસુદા મહિલાને શોધી કાઢી..

Date:

પાટણ તા. 7
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ તથા ના.પો.અધિ અને VISWAS Project Nodal officer કે.કે.પંડ્યા દ્વારા પાટણ જીલ્લા ખાતે VISWAS PROJECT અંતર્ગત લાગેલા કેમેરાઓનો મહત્તમ ઉપયોગ કરી પોલીસ પ્રજાનો મિત્ર બને જે બાબત ની સુચના દરેક પોલીસ ને આપેલ હોય

જેને ધ્યાનમાં રાખીને ગત તા.૦૬/૦૪/૨૦૨૩ ના રોજ અરજદાર શર્મા નિલેશકુમાર નરેશભાઇ રહે, સાનિધ્ય બંગલોઝ પાટણના ઓના બે ભાણિયા તેઓના ઘરેથી ર સ્કુલ જવા માટે સાઇકલ લઈને પેપર આપવા ગયા હતા જે પેપર આપી ને સમયસર ઘરે પર નહિ ફરતાપુરૂ તેઓ દ્વારા પાટણ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરતાં નેત્રમ ટીમ દ્વારા VISWAS Project હેઠળ લાગેલા CCTV કેમેરા ચેક કરતાં કેમેરાના આધારે બંને જણા સાઇકલ લઇને રાણકીવાવ તરફ જતા જોવા મળેલ. જે દિશામાં આગળ તપાસ કરતાં સહસ્ત્ર લીંગ તળાવ પાસેથી બન્ને બાળકો મળી આવતા પરિવારે નેત્રમ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

પાટણ જિલ્લાના સમી તાલુકા ના કનીજ મુકામે થી તા. 22માચૅ ના રોજ ગુમ થનાર શિલ્પાબેન D/O બાબુભાઈ ઠાકોર નામની ઉ. વ.18 મહિલાને સમી મુકામે થી પાટણ એલ.સી.બી ટીમે શોધી કાઢતા પરિવારે પાટણ એલસીબી ટીમ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન ની કામગીરી હાથ ધરાઈ…

શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં ક્રમશ પ્રિ મોન્સુન ની કામગીરી...

પાટણ કોર્ટે રૂા.૫ લાખ ના ચેક રિટર્ન કેસ માંથી આરોપી ને છોડી મૂકયો..

વકીલ એસ.એમ.સોલંકી ની રજુઆત ને ધ્યાનમાં રાખીને કોર્ટે નિર્ણય...

હારીજ ના નાણાં ગામે કરંટ લાગતા સાસુ-વહુ નું મોત : દિકરો ઇજાગ્રસ્ત..

પાટણ તા. ૨હારીજ તાલુકાના નાણાં ગામે મંગળવારે વહેલી સવારે...