દેશના શહિદવીરો ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધા સુમન સમર્પિત કરાયા..
પાટણ તા. ૨૩
તારીખ ૨૩ માર્ચ શહીદ દિન નિમિત્તે આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા પાટણ તાલુકાની અનુપમ પ્રાથમિક શાળા માંડોત્રી ખાતે પ્રાકૃતિક વિરાંજલી કાર્યક્રમ સાથે દેશના શહીદ વીર ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ ની ફોટો પ્રતિમાને શ્રદ્ધા સુમન સમર્પિત કરવામાં આવી હતી. અનુપમ પ્રાથમિક શાળા માંડોત્રી ખાતે આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ આયોજિત દેશના શહીદોને પ્રાકૃતિક વિરાંજલી સુમર્પિત કરવા શાળાના બાળકોને પીપળો, ઉંબરો અને બોરસલ્લી ના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે સાથે ઉપરોક્ત પ્રકારના રોપાઓનુ શાળા સંકુલ મા વાવેતર કરી તેના જતન માટે ના સંકલ્પ ગ્રહણ કરાવી દેશના વીર શહીદ ભગતસિંહ,રાજ્ગુરુ અને સુખદેવને પુષ્પાંજલિ સાદર કરવામાં આવી હતી. શહીદ દિન નિમિત્તે પ્રાકૃતિક વિરાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોને પણ આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ પરિવાર દ્વારા 500 ચકલી ના માળા,500 પીવા માટે ના પાણીના કુંડા અને વિવિધ પ્રકારના 500 વૃક્ષો નું વિતરણ કરી દેશના ત્રણેય શહીદોને પ્રાકૃતિક વિરાંજલી અર્પિત કરવામાં આવી હતી. શહીદોને પ્રાકૃતિક વિરાંજલી આપવાના આ કાર્યક્રમમાં આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ પાટણના પ્રમુખ નિલેશભાઈ રાજગોર સહિત અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય,શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી