જાગૃત ગ્રાહક મંડળના વકતાઓ દ્રારા ગ્રાહક ની જાગૃતતા બાબતે માગૅદશૅન પુરૂ પાડયું..
પાટણ તા. ૨૩
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ના ડીપાર્ટમેન્ટ ઓફ લો અને જાગ્રુત ગ્રાહક મંડળ પાટણ ના સયુક્ત ઉપક્રમે ગ્રાહક જાગૃતિ વિષય ઉપર શનિવારે એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના અધ્યક્ષ પદે યુનીવર્સીટીના કુલ સચિવ ડૉ રોહિતકુમાર દેસાઈ, ડીપાર્ટમેન્ટ ઓફ લો ના કોઓર્ડીનેટર અને આ કાર્યક્રમના કન્વીનીર ડૉ.ધર્મેન્દ્ર ઠાકર, ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ના હેડ ડૉ. નિશીથ ભટ્ટ અને મુખ્ય વક્તા તરીકે જાગ્રુત ગ્રાહક મંડળ પાટણના મંત્રી રોનકભાઈ મોદી, ગ્રાહક સુરક્ષા મંડળ ડીસાના પ્રમુખ અને નેશનલ કન્ઝ્યુમર એક્ટીવિષ્ટ કિશોરભાઈ દવે,સહકન્વીનીયર ડૉ.પરિમા રાવલ,અશોકભાઈ ત્રિવેદી ડૉ.અશ્વિન મોદી,એડવોકેટ જયેશભાઈ સુથાર અને વિવધ વિભાગ ના પ્રોફેસરો અને કર્મચારીઓહાજર રહ્યા હતા.
યુનીવર્સીટીના કુલસચિવ ડૉ.રોહિતકુમાર દેસાઈએ ગ્રાહક જાગૃતિ ઉપર સંક્ષેપ્તમાં માર્ગદર્શન આપી પ્રાસંગિક પ્રવચન આપીને સેમીનાર ની શરૂઆત કરાવી હતી. યુનીવર્સીટીના પૂર્વ હેડ ક્લાર્ક અશોકભાઇ ત્રિવેદીના વક્તવ્યે વિદ્યાથીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સેમીનારના વક્તા રોનક્ભાઈ મોદીએ ગ્રાહક સુરક્ષા કાયદો-૨૦૧૯, સોના આભુષણની ખરીદી કરતી વખતે ની જાગૃતિ, ગ્રાહક સાથે છેતરપીંડી થાય ત્યારે ગ્રાહકે ફરિયાદ ક્યાં કરવી, ગ્રાહકે ફરિયાદ માટે માર્ગદર્શન ક્યાં મેળવવું, ગ્રાહકો ની જવાબદારી શું છે, ગ્રાહકને કોઈ દુકાનદાર બીલ નાં આપે તો શું કરવું. તેવા અનેક મૂદ્દા વિષે માગૅદશૅન પુરૂ પાડયું હતું. વક્તા કિશોરભાઈ દવે દ્વારા ભારત માં ગાહક પાસે ગ્રાહક સુરક્ષા કાયદો -૨૦૧૯ છે, ગ્રાહકને અધિકારો પણ આપેલ છે. ગ્રાહકો માટે સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા કમિશનો ની જીલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય ક્ષેત્રે સ્થાપના કરેલ, રાષ્ટ્રીય ક્ષેત્રે ગ્રાહક સુરક્ષા કમિટી ની રચના કરેલ છે.
ઓનલાઈન ફરિયાદ માટે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર અને વેબ પોર્ટલ પણ છે, ગ્રાહક ફોરમ માં ઓનલાઈન કેસ દાખલ કરવા ઈદાખિલ વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને ગુજરાત રાજય માં ગ્રાહકો ની ફરિયાદો અને ગ્રાહક જાગૃતિ ના માર્ગદર્શન માટે વિવિધ જીલ્લા અને તાલુકા ક્ષેત્રે સરકાર માન્ય મંડળો ની સ્થાપના કરેલ છે. પરંતુ તેનો ઉપયોગ કોઈ કરતું નથી, જો ગ્રાહક તેનો ઉપયોગ કરતા શીખી જાય તો ગ્રાહકની સાથે છેતરપીંડી કરવાવાળા બંધ થઇ જશે. વધુ માં જણાવ્યું કે બજારમા અને વિવિધ શોશિયલ મીડિયા વેબપોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી ગ્રાહકે કોઈપણ લોભ-લાલચ માં આવી ને વસ્તુ કે સેવા ખરીદી કરવી નહિ. જેની વિરૂદ્ધ ફરિયાદ પણ કરી શકાય છે, જેવા વિવિધ વિષય ઉપર મહત્વ નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમા યુનીવર્સીટી ના વિદ્યાથીઓના વિવિધ પ્રશ્નો અને સૂચનો ના પ્રતિ ઉત્તર ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી