fbpx

પાટણ લોકસભા ઉમેદવારને જંગી મતોથી વિજય બનાવવા પાટણ જિલ્લા ભાજપ અ.જા. મોરચા નું આહવાન…

Date:

પાટણ તા. ૨૯
પાટણ જિલ્લા અનુસુચિત જાતિ મોરચાની બેઠક પાટણ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય પાટણ ખાતે શુક્રવારે મળી હતી. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ જી ડાભી ને જંગી મતો થી જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે દરેક આગેવાનો એ અને કાયૅકતૉઓએ અનુસુચિત જાતિ પરિવાર ના વિસ્તારોમાં જઈને દરેક મતદારો એ મતદાન મથક સુધી લઈ જઈ ભાજપના ઉમેદવાર ની તરફેણમાં મતદાન કરાવવા અપીલ કરી હતી. અનુસુચિત જાતિ ના લોકો મત આપવા માટે મતદાન મથક સુધી આવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં દરેક હોદ્દેદારોને આહવાન કરવામાં આવ્યું હતું.

તો ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ કક્ષાએથી આપેલા કાર્યક્રમ મુજબ તા. ૧૪મી. એપ્રિલ ડૉ.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવે તથા અનુ જાતિ મોરચાના તાલુકા મોરચાના મંડલ સહિત નાઓએ ત્રણ દિવસ સુધી દરેક વિધાન સભા દીઠ મિટિંગ બોલાવી ચુટણી લક્ષી આગોતરૂ આયોજન કરવા સુચના આપવામાં આવી હતી. આ મિટીંગમાં અ. નુ.જાતી પ્રદેશ મોરચાના મંત્રી ગંગા રામ ભાઈ સોલંકી, પાટણ જિલ્લા અનુ.જાતિ મોરચાના પ્રમુખ વશરામભાઈ સોલંકી,પાટણ પાલિકા ના પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા ભાજપ ના મંત્રી મધુબેન સેનમા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાનમતી બેન મકવાણા સહિત સૌ મોરચાના આગેવાનો, હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સફળ સંચાલન મહામંત્રી કલ્પેશભાઈ ડોડીયા અને વિનોદભાઈ કરલિયાએ કયુઁ હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સાત હજારથી વધુ મુલાકાતી ઓ એ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી..

પાટણ તા. ૧૯પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મતદાન એ...

પાટણ પંથક માથી પસાર થતી નમૅદા કેનાલો ની હલકી કામગીરી હોનારત સર્જે તેવી ભીતિ…

સાંતલપુર-રાધનપુર ની કેબીસી કેનાલના કાગરા ખયૉ : અધિકારીઓ દ્વારા...