fbpx

યુનિવર્સિટી ખાતે એક દિવસીય જ્યોતિષશાસ્ત્ર સેમિનાર યોજાયો..

Date:

પાટણ તા. ૨૩
હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ. કેમ્પસમાં જ્યોતિષશાસ્ત્ર અનુસંધાન કેન્દ્ર દ્વારા રવિવારે એક દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અધ્યક્ષ કુલપતિ ડો.કે.સી.પોરીયા, અતિથિ અને વક્તા ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા, ડોક્ટર કનુભાઈ રાવલ, ડોક્ટર સ્મિતાબેન સુથાર, સંયોજક સંગીતા શર્મા તથા સહ સંયોજક ડોક્ટર સર્વ દમન જોશી સહિત અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

આ સેમિનારમાં જ્યોતિષ શાસ્ત્રના વિદ્યાર્થીઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓને પદવી દાન કરવામાં આવ્યું હતું. કુલપતિ દ્વારા જ્યોતિષ શાસ્ત્ર ને લગતું ઉદબોધન કરવામાં આવ્યું હતું. ડોક્ટર સંગીતા શમૉએ શંખ વિશે જ્ઞાન પીરશીયુ હતું. અતિથિ અને વક્તા ડોક્ટર મહેન્દ્ર ભાઈ પંડ્યા જુના અને જાણીતા જ્યોતિષ શાસ્ત્રી vtv અગાસ ના પ્રણેતા દ્વારા ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડયુ હતું.

ડોક્ટર સ્મિતા સુથારે વિષય તારી મહા દશા અને પ્રભાવ,ડોક્ટર કનુભાઈ રાવલ જ્યોતિષ શાસ્ત્રનો વૈજ્ઞાનિક અભિગમ, કેયુરભાઈ જોશી મુર્હત બાબતનો ખ્યાલ, ધનજીભાઈ જોશી જ્યોતિષ આધારિત વિદ્યા અભ્યાસ, મેઘનાબેન પટેલ આધ્યાત્મ અને જ્યોતિષ, હેમલતા શર્મા જ્યોતિષ આધારિત ઘર જેવા વિષયો ઉપર ઉદબોધનો કર્યા હતા.

સંપૂર્ણ પ્રસંગને ડોક્ટર સર્વદમન જોશી સંભા
ળ્યો હતો.અને આવતા ભવિષ્યમાં આનાથી પણ વિશેષ જ્યોતિષશાસ્ત્રનો સેમિનાર યોજવાની ખાતરી આપી હતી. મુકેશભાઈ દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવેલ હતું
.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લા સ્વાગત નિવારણ મા 10 અરજદારો ના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવતા કલેકટર…

કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગતનું આયોજન કરાયું.. પાટણ તા. 22પ્રજાના...

13 વર્ષની સગીરાના બાળલગ્ન કરાવવા મુદ્દે 3 સામે બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો…

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ સગીરાની માતા, સાસુ અને લગ્ન...